________________
સ્વાધ્યાય સુધા
જેવું પૂર્વે બાંધેલું અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવે છે તેવો જ દુઃખનો અનુભવ શરૂ થઈ જાય છે.
“ભગવતી સૂત્રમાં ભગવાને શાતા વેદનીય કર્મબંધના કારણોનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે પ્રાણીઓ પર અનુકંપા કરવાથી, કોઈપણ પ્રકારે દુઃખ ન પહોંચાડવાથી, શાતાવંદનીય કર્મબંધના દશ કારણો બતાવ્યા છે. (૧) ગુરુભક્તિ (૨) ક્ષમ ભાવ (3) દયા (૪) વ્રતપાલન (૫) શુભયોગમાં પ્રવર્તન (૬) કષાય પર વિજય મેળવવાથી (૭) દાન આપવાથી (૮) ધર્મભાવમાં દ્રઢતા રાખવાથી (૯) અકામ નિર્જરાથી (૧૦) માતાપિતાની સેવા કરવાથી.
શાતા પછી અશાતા, અશાતા પછી શાતા-આ ક્રમ જીવનમાં ચાલતો રહે છે. સંસારી આત્મા કેવળ સુખનો અનુભવ કરતો નથી કે કેવળ દુઃખનો અનુભવ કરતો નથી. જીવન સુખ-દુઃખથી મિશ્રિત જ રહેલું છે.
શાતા-અશાતા વેદનીય કર્મનો અનુભાગ (ફળપ્રાપ્તિ) :- વેદનીય કર્મની બંન્ને ઉત્તર પ્રકૃતિઓનો અનુભાગ-ફળપ્રાપ્તિ પણ સ્વયં અને નિમિત્તથી થાય છે. બાહ્ય નિમિત્ત વગર પણ આત્માને શાતા કે અશાતા વેદનીયના ઉદયથી સુખ કે દુઃખનો અનુભવ થાય છે, તે અનુરૂપ આત્માએ ફળ તો ભોગવવું પડે છે. તે સ્વતઃ ફળભોગ કહેવાય છે. નિમિત્ત (પરતઃ) અનુભાગ પુદ્ગલ, પુદ્ગલ-પરિણામ તથા સ્વાભાવિક પુદ્ગલ પરિણામના નિમિત્તથી સુખનો અનુભવ થાય છે તે શાતા વેદનીય છે. તેવી જ રીતે અશાતાવંદનીયનો અનુભાગ-ફળપ્રાપ્તિ-વિષ, કડવા વચનો, કાંટા વગેરે પુદ્ગલોનું નિમિત્ત પામીને આત્મા દુઃખ ભોગવે છે, તે પુગલ નિમિત્ત (પરતઃ) ફળ ભોગ છે.
વળી આત્માને સુખ અથવા દુઃખની પ્રાપ્તિ થાય છે, તેને કોઈ ઈશ્વર અથવા ખુદા આપે છે એમ નથી. જે સુખ કે દુઃખ મળે છે તેમાં આત્માએ પૂર્વે બાંધેલા શાતા કે અશાતાવેદનીય કર્મનું ફળ છે. આ બન્નેમાંથી એક તો હંમેશા ઉદયમાં રહે છે. વેદનીયકર્મના પ્રભાવથી આત્માને ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ તો ક્યારેક સુખદુ:ખ બન્ને સાથે ભોગવવા પડે છે.
શાતા-અશાતા વેદનીય કર્મને જાણવાનો સાર એ છે કે તે પ્રસંગો પર સાવધાન રહેવાથી અશાતા વેદનીયનો બંધ ન થાય. જીવનમાં જયારે પણ કોઈ દુઃખ, પ્રતિકૂળતા અથવા શારીરિક બિમારી આવે ત્યારે પોતાના જ અશાતા વેદનીય કર્મનો પ્રભાવ છે એમ માનીને તે વેદનાને સમભાવપૂર્વક સહન કરવી જોઈએ.
ક્યારેક માતા ગુસ્સો કરે કે પિતા ઉપાલંભ આપે અથવા આપણા ગુરુ કડવું સત્ય સંભળાવે ત્યારે આમ વિચારીને મનને શાંત રાખવું કે-તેઓ બધા મારા માટે પૂજય છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org