________________
પર
સ્વાધ્યાય સુધા
(૩) અવધિજ્ઞાનાવરણીય કર્મ :- મન અને ઈન્દ્રિયોની સહાયતા વગર કેવળ આત્મા વડે રૂપી પદાર્થનું જે જ્ઞાન થાય છે, તે અવધિજ્ઞાન કહેવાય છે. અવધિનો અર્થ છે મર્યાદાપૂર્વકનું જ્ઞાન. તે રૂપી પદાર્થોને જાણે છે, અરુપીને નહીં તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ. ભાવની મર્યાદામાં રૂપી પદાર્થોને પ્રત્યક્ષપણે જાણે છે.
અવધિજ્ઞાનને આવરણ કરનાર કર્મને અવધિજ્ઞાનાવરણીય કર્મ કહે છે. આ કર્મના પ્રભાવથી આત્માની અતિન્દ્રિય જ્ઞાનની ક્ષમતાનો અભાવ થાય છે. આ કર્મના બંધના કારણો આ પ્રમાણે છે :- (૧) આત્માની અતીન્દ્રિય શક્તિનો ઉપહાસ કરવાથી (૨) તેની પ્રત્યે અશ્રદ્ધા રાખવાથી. (૩) આત્માની જ્ઞાન શક્તિનો નિરર્થક અવિનયઆશાતના કરવાથી (૫) આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં બાધા કરવાથી, આ કર્મનું નિવારણ આ પ્રમાણે થઈ શકે છે. (૧) મન-વચન-કાયાથી વાસના રહિત બનવું-ત્રણ વેદથી પર થવું. (૨) અલ્પ કષાયી બનવું અર્થાત્ કષાયોની મંદતા કરવી.
(૪) મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ :- મન અને ઈન્દ્રિયોની સહાયતા વગર દ્રવ્ય, ક્ષેત્ર, કાળા અને ભાવની અપેક્ષાથી જે જ્ઞાન સંજ્ઞી જીવોના મનના ભાવોને જાણી લે છે, તે મન:પર્યવજ્ઞાન કહેવાય છે.
આ જ્ઞાનને આવરણમાં રાખનાર કર્મને મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. આ કર્મનું નિવારણ આ પ્રમાણે થાય છે. (૧) અપ્રમત્ત વિશુદ્ધ સંયમવાળો આત્મા આ કર્મનો ક્ષય કરી શકે છે.
જયાં સુધી ઈન્દ્રિયો સ્વચ્છંદપણે વર્તે છે અને કષાયોની પ્રબળતા છે ત્યાં સુધી બીજાના મનોગત ભાવોને કે વિચારોને જાણી શકાતા નથી.
(૫) કેવળજ્ઞાનાવરણીય કર્મ :- જે કર્મની શક્તિ કેવળજ્ઞાનને આવરણમાં રાખે છે, તેને કેવળજ્ઞાનાવરણીય કર્મ કહે છે. કેવળજ્ઞાન એટલે જે મન અને ઈન્દ્રિયોની સહાયતા વગર ત્રિકાળવર્તી સમસ્ત મૂર્ત-અમૂર્ત ય પદાર્થોનું એક સાથે હસ્તાકમલવત્ પ્રત્યક્ષ જાણવાની શક્તિ ધરાવે છે તે. આ જ્ઞાન બધાથી વિલક્ષણ, પ્રધાન, ઉત્તમ અને પરિપૂર્ણ છે. આ સમસ્ત દ્રવ્યોની સમસ્ત પર્યાયોને જાણે છે. મોહનીય કર્મ ક્ષય થવાથી અને જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મોના ક્ષય થવાથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
(૧) ઉત્સાહપૂર્વક તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરવાથી (૨) જ્ઞાન મેળવવાના સાધનો પ્રત્યે અત્યંત બહુમાન કરવાથી (૩) નિઃસ્વાર્થ ભાવથી જ્ઞાનની આરાધના કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી તેની સાથે બાકીના ઘાતી કર્મોનો ક્ષય થવાથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org