________________
૫૪
સ્વાધ્યાય સુધા
જવું. (૪) સમ્યગ્દષ્ટિનું યોગ્ય વિનય અને બહુમાન ન કરવું. (૫) સમ્યગદષ્ટિ ઉપર શ્રેષ, વૈર, વિરોધ અને ઈર્ષ્યા વગેરે કરવાં. (૬) સમ્યગ્દષ્ટિ સાથે મિથ્યાગ્રહપૂર્વક વાદવિવાદ કરવો. (૭) બહેરા-મૂંગા-લૂલા લંગડા અને આંધળી વ્યક્તિઓનો તિરસ્કાર કરવો. તેમને ધક્કો મારીને બહાર કાઢવાથી, તેમની સહાયતા ન કરવાથી, તેમની મશ્કરી કરવાથી કે ઉપેક્ષા કરવાથી, દયાભાવ નહીં રાખવાથી. (૮) પોતાને મળેલ આંખ, કાન, નાક, જીભ અને ત્વચાનો દુરુપયોગ કરવાથી.
દર્શનાવરણીય કર્મનો અનુભાગ (ફળપ્રાપ્તિ) - અનુભાગ-જ્ઞાનાવરણીય કર્મની સમાન બે ' ડારથી હોય છે.
સ્વાભાવિક પુદ્ગલ પરિણામ પણ નિંદ્રામાં નિમિત્ત બની જાય છે. જેમ કે આકાશમાં ઘટાટોપ વાદળો છવાઈ ગયા હોય અથવા વરસાદ વરસી રહ્યો હોય અથવા અતિશય ઠંડીનો પ્રકોપ થયો હોય ત્યારે નિંદ્રામાં આ કારણો સહાયક બને છે. આ પરતઃ ફલાનુભવ છે. | દર્શનાવરણીય અનુભાગનો સ્વતઃ(સ્વય)અનુભાગ આ પ્રમાણે છે-દર્શનાવરણીયના કર્મ પુદ્ગલોના ઉદયથી આત્મા દર્શન યોગ્ય વસ્તુઓને જોઈ શકતો નથી, તેનો સામાન્ય બોધ પણ થઈ શકતો નથી અને પૂર્વે જોયેલ વસ્તુનું જ્ઞાન પણ નાશ પામી જાય છે.
દર્શનાવરણીય કર્મનો પ્રભાવ - દર્શનને આવરણ કરનાર કર્મ લાગવાથી તેના ઉદય વખતે આત્માને વિકલ શરીર કે અંગોની પ્રાપ્તિ થાય છે.
જેમ કે :- આંધળા, બહેરા, મૂંગા બનવું. અને નિંદ્રા, આળસ આદિ ખરાબ ફળની પ્રાપ્તિ થાય છે.
દર્શનાવરણીય કર્મની ઉત્તર પ્રવૃતિઓ - દર્શનાવરણીય કર્મને સુગમતાથી સમજી શકાય તે માટે તેના નવ ભેદ પાડવામાં આવ્યા છે. તે ઉત્તર પ્રવૃતિઓ કહેવાય છે. (૧) ચક્ષુદર્શનાવરણીય. (૨) અચક્ષુદર્શનાવરણીય. (૩) અવધિદર્શનાવરણીય અને (૪) કેવળદર્શનાવરણીય. બાકીની પાંચ દર્શનના આવરણરૂપ નિંદ્રાની છે. (૫) નિંદ્રા (૬) નિંદ્રા-નિંદ્રા. (૭) પ્રચલા (2) પ્રચલા-પ્રચલા (૯) થીણદ્ધિ અથવા સ્યાનગૃદ્ધિ.
(૧) ચક્ષુદર્શનાવરણીય કર્મ : આંખ દ્વારા રૂપી પદાર્થનું જે સામાન્ય દર્શન અથવા સામાન્ય અંશ જાણવામાં આવે છે તેને ચક્ષુદર્શન કહેવાય છે. તેને અવરોધનાર કર્મને ચક્ષુદર્શનાવરણીય કર્મ કહે છે. આંધળાપણું પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ આ કર્મ છે. આ કર્મ નીચેના કારણોથી બંધાય છે.
(૧) આંધળી વ્યક્તિઓનો તિરસ્કાર કરવાથી અથવા કડવા વચનો કહેવાથી. (૨) આંધળી વ્યક્તિઓની શક્તિ હોવા છતાં સેવા-સક્યોગ ન કરવાથી. (૩) બીજાની સુંદર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org