________________
સ્વાધ્યાય સુધા
ભૌતિકક્ષેત્ર હો કે આધ્યાત્મિક, સંસારનું કાર્ય કે ધર્મનું, બુદ્ધિની જરૂર બધે પડે છે. બુદ્ધિ વડે જ મનુષ્ય કાર્યમાં સફળતા પામે છે અને યશ મેળવે છે. માટે જેનાથી મતિજ્ઞાનાવરણીય બંધાય છે એવી પ્રવૃત્તિઓ ન કરવી એ જ એકમાત્ર નિવારણનો
રસ્તો છે.
(૨) શ્રુતજ્ઞાનાવરણીય કર્મ :- શબ્દને સાંભળતા અર્થનું જ્ઞાન થાય છે તેને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે, અથવા મન અને ઈન્દ્રિય વડે શાસ્ત્રો વાંચવાથી અથવા સાંભળવાથી જે બોધ થાય છે તેને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. આ શ્રુતજ્ઞાનરૂપ આત્મશક્તિને જે કર્મ આવરણમાં લઈ જાય છે તે શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. જ્યારે આ કર્મ અતિ ગાઢ હોય છે ત્યારે આત્માને અક્ષરજ્ઞાન હોતું નથી. મતિ અને શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં ઈન્દ્રિયો અને મનની સહાયતા જરૂરી છે, છતાં બન્નેમાં ભેદ છે. કોઈપણ વિષયનું શ્રુતજ્ઞાન કરવા માટે પહેલા તેનું મતિજ્ઞાન થવું જરૂરી છે. શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પૂર્વક હોય છે. મતિજ્ઞાન શબ્દથી કહેવાતું નથી. શ્રુતજ્ઞાનમાં શબ્દની જરૂર પડે છે. મતિજ્ઞાન વિદ્યમાન વસ્તુનું થાય છે. જ્યારે શ્રુતજ્ઞાન ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનમાં-ત્રણે કાળના વિષયોમાં પ્રવૃત્તિ કરે છે.
૫૧
ત્રણ વર્ષની ઉંમરમાં વજસ્વામીએ સાધ્વીજીના મુખથી સાંભળી સાંભળીને ૧૧ અંગ મોઢે કરી લીધા હતા. આ છે શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો તીવ્ર ક્ષયોપશમ.
શ્રુતજ્ઞાનાવરણીય કર્મબંધના કારણ તેમજ નિવારણ :- (૧) શ્રુતજ્ઞાનની નિંદા કરવાથી તેમજ તેની સાથે અભદ્ર વ્યવહાર કરવાથી. (૨) જ્ઞાનના ઉપકરણો ફાડી નાખવાથી, પછાડવાથી, ક્રોધ-લોભ વશ થઈ બાળી નાખવાથી (૩) નવું જ્ઞાન મેળવવાનો પુરુષાર્થ ન કરવાથી. (૪) ભણવામાં કે ભણાવવામાં પ્રમાદ કરવાથી. (૫) શક્તિ હોવા છતાં બીજાને આપવામાં પ્રમાદ કરવાથી. (૬) જ્ઞાનનું અશુદ્ધ ઉચ્ચારણ કરવાથીશ્રુતજ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. (૭) કોઈ જ્ઞાનીની હસી-મજાક કરવાથી પણ આ કર્મ બંધાય છે. આને માટે અષ્ટાવક્રની વાર્તા પ્રખ્યાત છે.
આ કર્મનું નિવારણ આ પ્રમાણે થઈ શકે છે.
(૧) ‘મેં શ્રુતજ્ઞાનાવરણીય કર્મ બાંધેલું છે, એટલે મારે તેનો ક્ષય કરવાનો છે’, તેવો સંકલ્પ કરવાથી આ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૨) શ્રુતને વિનય અને બહુમાનથી વાંચવા, વિચારવાથી. (૩) બીજાને શ્રુત મેળવવામાં મદદ કરવાથી. (૪) જ્ઞાન આરાધક સાધકોને અનુકૂળતા મેળવવામાં સહાય કરવાથી. દા.ત. મહામંત્રી પેથડ શાહ, રાજા કુમારપાળ તેમજ આચાર્ય હરિભદ્રસુરીજીના શ્રુત ભક્તિના ઉદાહરણો શાસ્ત્રોમાં આપવામાં આવ્યા છે કે જેઓએ શ્રુતભક્તિ કરી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org