________________
૪૯
સ્વાધ્યાય સુધા
વિવેચન કરતાં જ્ઞાનાવરણીય કર્મબંધના છ કારણ બતાવવામાં આવ્યા છે. (૧) જ્ઞાનનું
અપમાન કરવાથી (૨) જ્ઞાનીનું અપમાન કરવાથી (૩) જ્ઞાનને છુપાવવાથી (૪) જ્ઞાનદાતાનો ઉપકાર ઓળવવાથી. દા.ત. સંન્યાસીએ પોતાના ગુરુનો ઉપકાર ઓળવવાથી તેની વિદ્યા નાશ પામી ગઈ હતી. (૫) જ્ઞાન મેળવી રહ્યા હોય તેમાં વિઘ્ન ઊભું કરવાથી કે અડચણ ઊભું કરવાથી. (૬) જ્ઞાનનો દુરુપયોગ કરવાથી.
જ્ઞાનાવરણીય કર્મનો પ્રભાવ : જ્ઞાનાવરણીય કર્મબંધનો દુષ્પ્રભાવ આ પ્રમાણે કહ્યો છે.
(૧) જે મૂઢ મન, વચન, કાયાથી જ્ઞાન અને જ્ઞાનીની આશાતના કરે છે, તે દુર્બુદ્ધિ મોઢાના રોગવાળો તથા મૂંગો થાય છે. (૨) ઉપયોગહીન થઈને કાયા દ્વારા જ્ઞાનની વિરાધના કરે છે, તેના શરીરમાં કોઢ આદિ રોગ ઉત્પન્ન થાય છે. (૩) જ્ઞાનનો અવિનય કરવાથી આગલા જન્મમાં પુત્ર, પુત્રી અને મિત્રો મળતા નથી અથવા અચાનક સ્મૃતિ નાશ પામી જાય છે. અથવા ધન્ય-ધાન્યનો નાશ થાય છે અને આધિ-વ્યાધિ ઉત્પન્ન થાય છે. (૪) કેટલાકે જે યાદ કર્યું હોય તે જલદી ભૂલી જાય છે. દા.ત. જ્ઞાનાવરણીય કર્મનો પ્રભાવ ‘માષ-તુષ’ મુનિના જીવનમાં જોવામાં આવેલ છે.
જ્ઞાનાવરણીય કર્મનો અનુભાગ-ફળનો ભોગવટો :- જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી આત્મા જાણવા યોગ્ય વિષયને જાણી શકતો નથી. તેનું જ્ઞાન આવરણમાં આવી જાય છે. જ્ઞાનાવરણીય કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તેનું ફળ આત્માને દશ પ્રકારે ભોગવવું પડે છે.
(૧) કાનથી સાંભળવાની શક્તિ મંદ થઈ જવી, ઓછું સંભળાય, સંપૂર્ણ બહેરાપણું પણ આવી જાય. (૨) કાન દ્વારા થતા જ્ઞાનની હાનિ થવી અથવા સાંભળેલું જ્ઞાન ભૂલાઈ જવું. (૩) આંખની જોવાની શક્તિ આવરણમાં આવવી, ઓછું દેખાય અથવા આંધળાપણું આવી જાય. (૪) આંખ દ્વારા થનાર જ્ઞાનમાં ઘટાડો થવો અથવા તે જ્ઞાનથી રહિત થવું. જોવા છતાં સમજાય નહી. જોઈને પણ અનુમાન ખોટું લગાવવું. (૫) નાક દ્વારા થવાવાળું જ્ઞાન આવૃત્ત થઈ જવું. સૂંધવાની શક્તિમાં ઘટાડો થવો અને જરાપણ સૂંઘી ન શકાયું. (૬) નાક દ્વારા પ્રાપ્ત થતી સુગંધ-દુર્ગંધનું જ્ઞાન ન થવું. સૂંઘવા છતાં પણ સમજવામાં ન આવી શકે (૭) રસના-જીભથી થવા વાળું જ્ઞાન ન થવું. સ્વાદ લેવાની શક્તિમાં ઘટાડો થવો. (૮) જીભ દ્વારા થવાવાળા સ્વાદને સમજી ન શકવો. (૯) સ્પર્શેન્દ્રિયથી થવાવાળું જ્ઞાન આવરણમાં આવી જવું અથવા સ્પર્શ જ ન કરી શકાય. (૧૦) સ્પર્શને સમજી ન શકવો, ગરમ-ઠંડું, ભારે-હલકો, લુખો-ચીકણો આદિ સ્પર્શનો અનુભવ ન થવો.
જ્ઞાનાવરણીય કર્મનો અનુભાગ-બે પ્રકારના નિમિત્ત મેળવીને ઉદયમાં આવે છે. (૧) સ્વતઃ અને (૨) પરતઃ એટલે બીજા દ્રવ્યની અપેક્ષા કે બાહ્યકારણની અપેક્ષાથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org