________________
સ્વાધ્યાય સુધા
૨. દર્શનાવરણીય-આત્માની જે અનંતદર્શન શક્તિ છે તેને આચ્છાદન કરે તે; ૩. વેદનીય-દેહનિમિત્તે શાતા-અશાતા બે પ્રકારના વેદનીયકર્મથી અવ્યાબાધ સુખરૂપ આત્માની શક્તિ જેનાથી રોકાઈ રહે તે.
૪૮
૪. મોહનીય-આત્મચારિત્રરૂપ શક્તિ રોકી રાખે તે;
૫. નામકર્મ-અમૂર્ત દિવ્યશક્તિને રોકવાનું કાર્ય કરે તે;
૬. ગોત્રકર્મ-અટલ અવગાહનારૂપ આત્મશક્તિ રોકાઈ રહે તે.
૭. આયુકર્મ-અક્ષય સ્થિતિનો ગુણ રોકાઈ રહે તે.
૮. અંતરાયકર્મ-થી અનંત દાન, લાભ, વીર્ય, ભોગ, ઉપભોગ શક્તિ રોકવાનું કાર્ય કરે છે. (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૧૦રના આધારે)
આ બધામાં મોહનીયકર્મની પ્રબળતા રહેલી છે. તેને બધા કર્મોનો રાજા કહેવામાં આવ્યો છે. તેની હાજરીમાં જ બીજા કર્મોનું બંધન થાય છે તે જેમ મોળું પડે તેમ બીજા કર્મો પણ મંદ થતા જાય છે.
કર્મગ્રંથમાં આઠ મૂળ પ્રકૃતિ આ પ્રમાણે જણાવેલ છે ઃ ૧. જ્ઞાનાવરણીય. ૨. દર્શનાવરણીય. ૩. વેદનીય, ૪. મોહનીય. ૫. આયુષ્ય. ૬. નામ. ૭. ગોત્ર. અને
૮. અંતરાય. તેને ક્રમમાં સમજવાં પ્રયત્ન કરીએ.
ઉપર જણાવેલ વાતોને આપણે આઠ મૂળકર્મ તેમજ તેની ઉત્તર પ્રકૃતિઓ કેવી રીતે બંધનમાં આવે છે ? કેમ છોડી શકાય ? તેના વિષે એક એક મૂળ પ્રકૃતિ અને તેની ઉત્તર પ્રકૃતિ વિષે સમજવા પ્રયત્ન કરીએ.
(૧) જ્ઞાનાવરણીય કર્મનું વિવેચન :- જે કર્મ આત્માના જ્ઞાનને આવરિત કરે છે, જે કર્મ આત્માના વિશેષ-બોધ પર આવરણ કરે છે અથવા જેનાં કારણે આત્માની સહજપણે જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી તે જ્ઞાનાવરણીય કર્મ છે. આ કર્મ જ્ઞાનને, જેમ વાદળો સૂર્યને ઢાંકી દે છે તેમ આવરણમાં લઈ જાય છે.
જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી આત્માનું અનંતજ્ઞાન રોકાઈ જાય છે.
જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાન ગુણને આવરણમાં લઈ જાય છે, પણ તેનો નાશ કરી શકતું નથી. ગમે તેટલું આવરણ આવી જાય તો પણ અંશે તો જ્ઞાન હંમેશાં ખુલ્લું જ રહે છે.
જ્ઞાનાવરણીય કર્મબંધના કારણો :- (૧) જ્ઞાનીપુરુષ સાથે શત્રુભાવ રાખવાથી (૨) જ્ઞાનને છુપાવવાથી (૩) જ્ઞાનમાં દોષ કાઢવાથી (૪) જ્ઞાન અને જ્ઞાનીનો અવિનય કરવાથી કે અનાદર કરવાથી. (૫) જ્ઞાની સાથે વ્યર્થ વિસંવાદ કરવાથી. આજ વાતને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org