________________
સ્વાધ્યાય સુધી
નિઃસ્પૃહી પુરુષોના વચનમાં જ તલ્લીનતા તે ‘શ્રદ્ધા-આસ્થા’. કોઈ એક સત્પુરુષ શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો.
૪૬
આ પાંચનો અભ્યાસ કરવાથી યોગ્યતા-પાત્રતા પ્રાપ્ત થાય છે. પાંચમા પદમાં પ્રથમનાં ચાર સમાવેશ પામી જાય છે. ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટન (સંસાર પરિભ્રમણનો) કિનારો આવવાનો નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. ધૈર્યતાથી આ ભાવો પ્રગટાવવાના ઉપાયમાં લાગી રહેવું. ધીરજથી અને શાંતિથી આગળ વધવા પુરુષાર્થ કરવો. ઉતાવળ કરવાથી કચાશ રહી જશે તો ખટાશ (ખાટાપણું) આવી જવા સંભવ છે એટલે કે જોઈતું પરિણામ મેળવવામાં નિષ્ફળતા મળવાની સંભાવના રહેલી છે. માટે ધૈર્યને ધારણ કરી આ લક્ષણોને આત્મસાત કરવાનો પુરુષાર્થ કરવાથી ઈચ્છિત પરિણામ-સમ્યગ્દર્શનની અવશ્ય પ્રાપ્તિ કરી શકીશું.
૬૨. આત્મજ્ઞાન અથવા આત્માથી પર એવું જે કર્મસ્વરૂપ, અથવા પુદ્ગલાસ્તિકાય વગેરેનું જે સ્વરૂપ જુદા જુદા પ્રકારે, જુદે જુદે પ્રસંગે, અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને અતિ વિસ્તારવાળું જ્ઞાનીથી પ્રકાશવું થયું છે, તેમાં કંઈ હેતુ સમાય છે કે શી રીતે ? અને સમાય છે તો શું ? તે વિષે વિચાર કરવાથી સાત કારણો તેમાં સમાયેલાં છે, એમ માલૂમ પડે છે ઃ સદ્ધૃતાર્થપ્રકાશ, તેનો વિચાર, તેની પ્રતીતિ, જીવસંરક્ષણ, વગેરે. તે સાતે હેતુનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય તે છે. તેમ જ મોક્ષની પ્રાપ્તિનો જે માર્ગ તે આ હેતુથી સુપ્રતીતરૂપ થાય છે.
આત્મા, તેનું જ્ઞાન, આત્માથી પર કર્મસ્વરૂપ, પુદ્ગલાસ્તિકાય વગેરેનું સ્વરૂપ અનેક પ્રકારે અને અનેક પ્રસંગમા અતિ સૂક્ષ્મપણે અને વિસ્તારથી જ્ઞાની દ્વારા પ્રકાશવામાં આવ્યા છે. તેમાં કંઈ હેતુ સમાયેલો છે કે કેમ ? સમાય છે તો શું છે ? આના વિષે વિચાર કરવામાં આવે તો તેમાં સાત કારણો સમાયેલા જણાય છે. સદ્ભુત-અર્થ-પ્રકાશ, તેનો વિચાર, તેની પ્રતીતિ, જીવસંરક્ષણ, સંવરભાવ, નિર્જરાભાવ અને મોક્ષની પ્રાપ્તિ.
સદ્ભૂત એટલે કાયમ રહેવાવાળો પદાર્થ. અર્થ એટલે તેના પ્રયોજનરૂપ અર્થ. પ્રકાશ એટલે યથાતથ્ય તે શું છે તેનું જાણપણું.
ત્યારબાદ તેના પર વિચારણા, વિચારણાને અંતે પ્રતીતિભાવ, અને પ્રતીતિભાવ આવવાથી બીજા જીવોના રક્ષણ-તેમના પ્રત્યેના અહિંસક ભાવનો આર્વિભાવ એટલે કે પોતાના આત્માને સંવરભાવમાં રાખી કર્મની નિર્જરા કરવારૂપ સ્થિતિમાં રહેવું અને સંપૂર્ણ કર્મોથી મુક્તિ એટલે કે મોક્ષ. આ સાત હેતુને યથાવત્ જાણવાથી, સમજવાથી અને આચરણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ તેની સુપ્રતીતિ પણ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org