________________
સ્વાધ્યાય સુધા
૬૦. સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી વધારેમાં વધારે પંદર ભવની અંદર મુક્તિ છે, અને જો ત્યાંથી તે પડે છે તો અર્ધપુદ્ગલપરાવર્તનકાળ ગણાય. અર્ધપુદ્ગલપરાવર્તનકાળ ગણાય તોપણ તે સાદિસાંતના ભાંગામાં આવી જાય છે, એ વાત નિઃશંક છે. ' ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિક-આ ત્રણ સભ્યત્વમાંથી કોઈપણ સમ્યક્દર્શન જીવને પ્રાપ્ત થયું હોય તો તે જીવની વધારેમાં વધારે ૧૫ ભવની અંદર મુક્તિ છે. જો બળિયો બની પુરુષાર્થ કરે તો તે જ ભવે મોક્ષ પામે અથવા ત્રીજા ભવે મોક્ષ પામે. જો એકવાર સમ્ય કુદર્શન પ્રાપ્ત થયા પછી પડવાઈ થઈ જાય તો તેનો નિવેડો અર્ધપુદ્ગલપરાવર્તનકાળમાં આવી જાય છે. તે પણ સાદિસાંતના ભાંગામાં આવી જાય છે. એટલે કે એકવાર સમ્યક્દર્શન પ્રાપ્ત થયા પછી જીવને અનંતકાળ માટે પરિભ્રમણ કરવાનું રહેતું નથી કે હોતું નથી. આ સમ્યક્દર્શનનો મહિમા છે.
૬૧. સમ્યત્વના લક્ષણો :
(૧) કષાયનું મંદપણું અથવા તેના રસનું મોળાપણું. (૨) મોક્ષમાર્ગ તરફ વલણ. (૩) સંસાર બંધનરૂપ લાગે અથવા સંસાર ખારો ઝેર લાગે. (૪) સર્વ પ્રાણી ઉપર દયાભાવ; તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયાભાવ. (૫) સદૈવ, સધર્મ, સદ્ગુરુ ઉપર આસ્થા.
(૧) કષાયનું મંદપણું અથવા તેના રસનું મોળાપણું-એટલે 'શમ-ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલાં કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે “શમ'. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયો શમાવવા તે “શમ'.
(૨) મોક્ષમાર્ગ તરફ વલણ તે સંવેગ-મુક્ત થવા સિવાય બીજી કોઈપણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં-સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા કરવી તે સંવેગ.
(૩) સંસાર બંધનરૂપ લાગે અથવા સંસાર ખારો ઝેર લાગે-નિર્વેદ-જયારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું. ત્યારથી હવે ઘણી થઈ; અરે જીવ! હવે થોભ. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, તે કરતાં હવે અટકો તે નિર્વેદ.
(૪) સર્વ પ્રાણી ઉપર દયાભાવ; તેમાં વિશેષ કરી પોતાના આત્મા પર દયાભાવસ્વપદયા-અનુકંપા. સર્વ જીવોમાં સ્વાત્મબુદ્ધિ તે અનુકંપા-આપણે પરિપૂર્ણ સુખી છીએ એમ માનવું અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કરવી જેથી સ્વપર દયારૂપ સ્થિતિ બની રહે.
(૫) સદેવ, સત્વગુરુ અને સતુધર્મ ઉપર આસ્થા-માહાભ્ય જેનું પરમ છે એવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org