________________
૧૬
સ્વાધ્યાય સુધા
વિશુદ્ધતા ઓછી અદકી હોય છે, તેના પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કહી શકે છે. જીવ અનુભવ દ્વારા ચોથા ગુણસ્થાનકે આવે છે તેને બોધિબીજની પ્રાપ્તિ થઈ એમ કહેવાય છે. બોધિવૃક્ષ-કેવળજ્ઞાન પ્રગટાવવા માટેનું એ બીજ છે. અનુભવની અપેક્ષાએ (દર્શન અપેક્ષાએ) ચોથા ગુણસ્થાનકથી તેરમાં ગુણથાનક સુધી આત્મઅનુભવ એક સરખો છે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મ જેટલાં અંશે ક્ષય થતું જાય તેટલા અંશે જ્ઞાનની તારતમ્યતા વધતી જાય છે અને તેરમા ગુણસ્થાનકે શુદ્ધ કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રગટે છે, ત્યારે આત્મા આત્મઘાતી કર્મોથી નિરાવરણ બની ગયેલો હોય છે. બાકીના ચાર આયુષ્યને આધારીત અઘાતી કર્મોને જ ભોગવવાના બાકી છે. પણ મોહનીયકર્મનો ક્ષય થયેલો હોવાથી જન્મમરણના ફેરા કરાવી શકે તેવા કર્મનું બંધન હવે થઈ શકતું નથી. જે અઘાતી કર્મોનો ભોગવટો બાકી છે તે પૂરો થતાં જીવ સંપૂર્ણ નિરાવરણ થઈ અવ્યાબાધ સુખનો વેત્તા બની જાય છે. જે પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મની નિરાવરણતા થતી જાય છે તે પ્રમાણે જીવાત્મા અનુભવને કહી શકે છે.
૩૦. જીવ પહેલા ગુણસ્થાનકમાં ગ્રંથિભેદ સુધી અનંતીવાર આવ્યો છે ને ત્યાંથી પાછો વળી ગયો છે.
ઘણીવાર જીવ યથાપ્રવૃત્તિકરણ કરી ગ્રંથિભેદ સુધી આવ્યો છે પણ એ ગ્રંથિભેદ કરતી વખતે એને ઘણી અડચણો આવે છે. વળી ઘણા પ્રકારના અનુભવ પણ થાય છે અને એમાં રોકાય જાય છે અને માની બેસે છે કે મને આત્માનો અનુભવ થઈ ગયો અને તેના પુરુષાર્થનું બળ તૂટે છે. તો આ વાતનો ખાસ ખ્યાલ રાખવાનો છે. સાધકો ધ્યાન કરે, તો કાંઈક અનુભવો થતાં હોય, કોઈને મૂર્તિ દેખાય કે શાંતિનો અનુભવ થાય છે પણ એ એટલું જ દર્શાવે છે કે તમે માર્ગ પર ચાલી રહ્યા છો, બહાર નીકળી ગયા નથી. પણ સાધક એમ માની લે કે મારું કામ પૂરું થઈ ગયું તો પછી પુરુષાર્થ તૂટી જાય છે અને આગળ વધી શકતો નથી. (૧૪૦) આની સમજણ (૧)માં વિસ્તારથી આવી ગઈ છે. તેનો ફરીને વિસ્તાર કરવાની જરૂર નથી. (૧૪૧) ચોથા ગુણસ્થાનકનું નામ અવિરતિ સમ્યદૃષ્ટિ છે કારણ કે અહીંયા હજી જીવ વિરતિભાવમાં આવ્યો નથી. (૧૪૪) અહીંયા દર્શાવેલ ભાવ યથાવત્ છે. સમજાય તેમ છે તેથી વિસ્તાર કરવાની જરૂર નથી. (૧૪૫) આની સ્પષ્ટતા પણ (૧)માં આવી ગઈ છે. (૧૫૩) લોકરૂઢિ, લોકવ્યવહાર અને તેનું જ માહાલ્ય હોય તે આગળ વધી શકે નહિ. જીવ સ્વચ્છેદે પ્રવર્તે છે ત્યાં સુધી તે પોતાનું હિત કરી શકતો નથી. જીવને સ્વચ્છેદે ચાલવું છે જે જીવને રખડાવનાર છે. સદ્ગરના સંગ વિના સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. જિનની પ્રતિમાને જ્ઞાનીની અપ્રમત્ત ગુણસ્થાનકે વર્તતી જે શાંત-દશા છે, તેનું ભાન કરાવવા માટે છે. (૧૫૬) મિથ્યાત્વ પ્રકૃતિ ખપાવવા માટે-અનંતાનુબંધી કષાયની ચોકડીનો પ્રથમ ક્ષય થતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org