________________
સ્વાધ્યાય સુધા
૨૦. જે ક્રોધાદિથી અનંત સંસારની વૃદ્ધિ થાય તે અનંતાનુબંધી કષાય છે, એ પણ નિઃશંક છે. તે હિસાબે ઉપર બતાવેલા ક્રોધાદિ અનંતાનુબંધી સંભવતા નથી. ત્યારે અનંતાનુબંધની ચોકડી બીજી રીતે સંભવે છે.
ઉપર ૧૮ અને ૧૯ના અનુસંધાને જ આ વાત કહેવામાં આવી છે. ચક્રવર્તી રાજાઓને ક્રોધાદિ કષાય થયા છે તો તે પૂર્વના કર્મના યોગે થયા છે, પણ તે વખતે જાગૃત રહ્યા છે તેથી છૂટી ગયા છે. જયારે આપણે નાની નાની વાતોમાં કષાયરૂપ પરિણમી જઈએ છીએ અને તેને વાગોળ્યા કરીએ છીએ. બીજુ તેઓ સદૈવ-સદ્ગુરુ અને સત્કર્મનો આદર કરનારા હોય છે. જેથી તેમના કષાય અનંતાનુબંધી રૂપ થતા નથી. અનંતાનુબંધી કષાયની ચોકડી બીજી રીતે સંભવે છે.
૨૧. સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની એક્યતા તે “મોક્ષ' તે સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણે પમાય છે. આ વીતરાગજ્ઞાન કર્મના અબંધનો હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે. તે પ્રત્યે જે ક્રોધાદિ કષાય હોય તેથી વિમુક્ત થવું તે જ અનંત સંસારથી અત્યંત મુક્ત થવું છે; અર્થાત્ મોક્ષ છે. મોક્ષથી વિપરીત એવો જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે; અને છે પણ તેમ જ. વીતરાગના માર્ગે અને તેમની આજ્ઞાએ ચાલનારાનું કલ્યાણ થાય છે. આવો જે ઘણા જીવોને કલ્યાણકારી માર્ગ તે પ્રત્યે ક્રોધાદિભાવ (જે મહા વિપરીતના કરનારા છે) તે જ અનંતાનુબંધી કષાય છે.
રર. જોકે ક્રોધાદિભાવ લૌકિકે પણ અફળ નથી, પરંતુ વીતરાગે પ્રરૂપેલ વીતરાગજ્ઞાન અથવા મોક્ષધર્મ અથવા તો સધર્મ તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિભાવ તીવ્રમંદાદિ જેવે ભાવે હોય તેવે ભાવે અનંતાનુબંધી કષાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે.
આંક ૧૮, ૧૯, ૨૦ના અનુસંધાને અનંતાનુબંધીની સમજણ આપી છે.
- સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની ઐક્યતા તે “મોક્ષ'. તે સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણું પમાય છે. આ વીતરાગજ્ઞાન કર્મના અબંધનો હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે. તે પ્રત્યે જે ક્રોધાદિ કષાય હોય તેથી વિમુક્ત થવું તે જ અનંત સંસારથી અત્યંત મુક્ત થવું છે; અર્થાત્ મોક્ષ છે.
સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રો અભેદપણે પરિણમે તે મોક્ષ કહેવાય છે. એને જ વીતરાગ જ્ઞાન-દર્શન-ચારિત્ર કહેવામાં આવે છે. તેમની આજ્ઞા પાળવાથી અંતે મુક્ત થવાય છે. વીતરાગ દ્વારા પ્રરૂપવામાં આવેલા જ્ઞાનનો સમ્યક્ ઉપયોગ કરવો તે કર્મબંધથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org