________________
૩૩
સ્વાધ્યાય સુધા જોઈએ. કારણ મોહનીયકર્મની પ્રકૃતિ સિવાય બીજા કોઈ કર્મ જીવને રખડાવી શકતા નથી. મોહનીયકર્મના બે ભાગ-દર્શનમોહ, અને ચારિત્રમોહ, દર્શનમોહની ત્રણ પ્રકૃતિ-મિથ્યાત્વ મોહનીય. મિશ્ર મોહનીય અને સભ્યત્વ મોહનીયે. આ ત્રણમાં પણ મુખ્ય મિથ્યાત્વ મોહનીય છે. જયાં સુધી મિથ્યાત્વ શું છે તે સમજીએ નહીં તો તેને કાઢવાનો પુરુષાર્થ કેવી રીતે થઈ શકે ? તો મિથ્યાત્વ શું છે ? સાચી વાત માનવી નહીં, ઊંધી સમજણ (શરીર તે હું), ગુરુના વચનમાં સેળભેળ કરવી અથવા ઉમેરો કરી સાધના કરવી એ પણ મિથ્યાત્વનું અંગ છે. જયાં સુધી મિથ્યાત્વ કાઢે નહીં ત્યાં સુધી જીવ મોહનીયકર્મની એકપણ પ્રકૃતિ ક્ષય કરી શકતો નથી. કદાચ જીવ,આત્માની જાગૃતિપૂર્વક કોઈ પેટા પ્રકૃતિ ખપાવી દે તો પણ જો મૂળ પ્રકૃતિ ઊભી છે તેના કારણે જે પ્રકૃતિ ખપાવી છે તે પાછી ઊભી થવાની શક્યતા રહેલી છે.
- અનાદિથી જીવ નિર્જરા કરે છે, પરંતુ મૂળમાંથી એક પણ પ્રકૃતિ ક્ષય થતી નથી ! | મિથ્યાત્વમોહ એ રાજા છે. એ જયાં સુધી મોળુ પડે નહીં અને સમ્યકૃત્વ પ્રગટ થાય નહીં ત્યાં સુધી એકપણ પ્રકૃતિ ક્ષય થાય નહીં. અનાદિથી જીવને જે કર્મ ઉદયમાં આવે છે તેની નિર્જરા થાય પણ મૂળ પ્રકૃતિ નાશ થઈ ન હોવાથી બધી જ પ્રકૃતિઓ એમની એમ ઊભી રહે છે.
-સમ્યત્વમાં એવું સામર્થ્ય છે, કે તે પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરે છે તે આવી રીતે કે :અમુક પ્રકૃતિ ક્ષય થયા પછી તે આવે છે અને જીવ બળિયો થાય તો આસ્તે આસ્તે સર્વ પ્રકૃતિ ખપાવે છે.”
જીવમાં સમ્યક્ત્વ પ્રગટ થયા પછી એનું બળ એવું છે કે મૂળથી કર્મની પ્રકૃતિનો નાશ કરે છે. એનો પુરુષાર્થ સફળતાને પામે છે. પછી જીવ પુરુષાર્થ દ્વારા આગળ વધતો વધતો અનુક્રમે બધી જ પ્રકૃતિનો ક્ષય કરીને સંપૂર્ણ નિરાવરણ દશાને શુદ્ધ દશાને પ્રાપ્ત થાય છે.
૩૩. સમ્યકત્વ સર્વને જણાય એમ પણ નહી, તેમ કોઈને પણ ન જણાય એમ પણ નહીં વિચારવાનને તે જણાય છે.
સમ્યક્દર્શન છે એની ખબર કેવી રીતે પડે ? એ જણાય પણ ખરું અને ન પણ જણાય. ઘણીવાર જીવને ગ્રંથિભેદ થયો હોય-અંશે અનુભવ થયો હોય છે પણ બીજી પ્રકૃતિઓનું જોર એટલું બધું હોય કે પોતે અનુભવ કર્યો હોય એ એને સમજતો ન હોય, તેમજ ખ્યાલ આવી શકતો ન હોય એમ બનતું હોય છે પણ વિચારવાનને તે જણાય છે.
૩૪. જીવને સમજાય તો સમજવા પછીથી બહુ સુગમ છે; પણ સમજવા સારું જીવે આજ દિવસ સુધી ખરેખરો લક્ષ આપ્યો નથી. સમ્યકત્વ પ્રાપ્ત થવાને જીવને જ્યારે જ્યારે |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org