________________
સ્વાધ્યાય સુધા
૩૪
જોગ બન્યા છે ત્યારે ત્યારે બરાબર ધ્યાન આપ્યું નથી, કારણ કે જીવને અંતરાય ઘણા છે. જો જણાવનાર મળે તોપણ અંતરાયના જોગથી ધ્યાનમાં લેવાનું બનતું નથી. કેટલાક અંતરાયો તો અવ્યક્ત છે કે જે ધ્યાનમાં આવવા જ મુશ્કેલ છે
યથાર્થ વાત સમજવાની શક્તિ આવે તો રસ્તો બહુ સુગમ છે પણ સમજવા માટે જે સમય આપવો જોઈએ, એ સમય આપતા નથી, એટલે સમજાતું નથી, લક્ષ કેન્દ્રિત થતું નથી.
સમ્યક્ત્વ પ્રાપ્ત થવાના જીવને જ્યારે જ્યારે જાગ બન્યા છે ત્યારેત્યારે બરાબર ધ્યાન આપ્યું નથી, કારણ કે જીવને અંતરાય ઘણા છે.
જ્યારે જ્યારે જીવને સદ્ગુરુનો યોગ મળ્યો છે અથવા જ્યારે માર્ગની પ્રાપ્તિ તેમની પાસેથી થઈ ત્યારે જીવે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી છે, એ કાર્ય સાધવા તરફ લક્ષ કેન્દ્રિત કર્યું નથી અને એનું કારણ કે જીવને ઘણા અંતરાય નડતા હોય છે. વળી પોતાને અંતરાય નડતા હોવા છતાં આ અંતરાય મને નડે છે એવું એ જાણતો નથી.
જો જણાવનાર મળે તોપણ અંતરાયના જોગથી ધ્યાનમાં લેવાનું બનતું નથી. કેટલાક અંતરાયો તો અવ્યક્ત છે કે જે ધ્યાનમાં આવવા જ મુશ્કેલ છે.
કેટલાક અંતરાય એવા છે કે જે બીજા દ્વારા જાણવા મળે એટલે કે જણાવનાર મળે (સદ્ગુરુ જણાવે)તોપણ તે તીવ્ર અંતરાયના જોગે તે અંતરાય પર જીવનું લક્ષ જતું નથી.
૩૫. સમ્યક્ત્વનું સ્વરૂપ માત્ર વાણીયોગથી કહી શકાય; જો એકદમ કહેવામાં આવે તો ત્યાં આગળ જીવને ઊલટો ભાવ ભાસે; તથા સમ્યક્ત્વ ઉપર ઊલટો અભાવ થવા માંડે; પરંતુ તે જ સ્વરૂપ જો અનુક્રમે જેમ જેમ દશા વધતી જાય તેમ તેમ કહેવામાં અથવા સમજાવવામાં આવે તો તે સમજવામાં આવી શકવા યોગ્ય છે.
અહીંયા પણ સમ્યક્દર્શન પ્રાપ્ત કરવા માટે જ્ઞાની એક સાથે માર્ગ કેમ ખુલ્લો કરતા નથી તેનું કારણ જણાવેલ છે.
જેમ જેમ મુમુક્ષુ-સાધકની દશા વધે તેમ તેમ ગુરુ તેને આગળનો માર્ગ બતાવે. એક સાથે આખો માર્ગ કહેતા નથી. જો આપણું પાત્ર જ તૈયાર ન હોય તો વસ્તુ કેવી રીતે ટકે. જો પાત્ર તૂટેલું હોય તો વસ્તુ નીચે ઢળી પડે માટે જેટલી પાત્રતા થાય તે પ્રમાણે કહેવામાં આવે છે અને તો સાધક સમજી શકે અને તો જ તે પ્રમાણે પુરુષાર્થ કરી શકે.
૩૬. આ કાળને વિષે મોક્ષ છે એમ બીજા માર્ગમાં કહેવામાં આવે છે. જૈનમાર્ગમાં આ કાળને વિષે અમુક ક્ષેત્રમાં તેમ થવું કે જોકે કહેવામાં આવતું નથી; છતાં તે જ ક્ષેત્રમાં આ કાળને વિષે સમ્યક્ત્વ થઈ શકે છે, એમ કહેવામાં આવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org