________________
સ્વાધ્યાય સુધા
૪૧
જનકરાજાએ દરવાનને કહ્યું કે તેમને તું મારા મહેલના બીજા દરવાજે લાવીને ઊભા રાખ. ફરી પાછા ૭ દિવસ ભૂલી જાય છે. પાછા ત્યાંના દરવાનને બોલાવીને પૂછે અને કહે છે કે તું એમને રાણીવાસ-અંતપુરમાં લઈ જઈને ત્યાં ઊભા રાખ હું હમણાં જાઉં છું. પણ તે પાછા ૭ દિવસ ભૂલી જાય છે. આમ ૨૧ દિવસ પૂરા થયા એટલે કે દરવાનને બોલાવીને પૂછે છે કે શુકદેવજીએ શું પ્રવૃત્તિ કરી ? ત્યારે ત્રણે દરવાને એક જ જવાબ આપ્યો કે, “જ્યાં ઊભા રાખ્યા છે ત્યાં જ ઊભા છે, નથી ખાધું કે નથી પાણી પીધું, નથી ઊંચુ જોયું કે નથી આંખનું મટકું માર્યું.” પછી દરવાનને કહે છે કે મારી પાસે મોકલી આપો. જનકરાજા જાણવા છતાં શુકદેવજીને આગમનનું કારણ પૂછે છે, તમારે શા માટે આવવું થયું છે ? એટલે શુકદેવજી કહે છે કે મને આત્મજ્ઞાન તો થયું છે પણ શાંતિનું વદન થતું નથી એટલે જે ભગવાન વેદવ્યાસજીએ કહ્યું હતું એ જ જનકરાજાએ કહ્યું. તેથી શુકદેવજી બોલ્યા કે આ તો મને ખબર છે, હું જાણું છું. જનકરાજાએ કહ્યું કે હવે પછીની જે વાત છે એ હમણાં કહેવાય તેમ નથી. પહેલા તમે હું જાણું છું એ ભાવ કાઢીને આવો. એટલે શુકદેવજી ત્યાંથી પાછા વળી જાય છે અને ગુફામાં જઈને ૧૦ હજાર વર્ષ સુધી તપ કર્યું, ત્યારે હું જાણું છું-સમજું છું એ ભાવ નીકળે છે અને શાંતિનું વદન શરૂ થાય છે. પછી એમને જનકરાજા પાસે જવું પડ્યું નથી. આ હું જાણું છું, સમજું છું એ ભાવ આવે તો ગમે તે દશાએ (સ્ટેજે) અટકવાનું કારણ બને છે. માટે સ્વચ્છંદનો નાશ કરવા ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું જરૂરી છે.
૫૦. સ્વચ્છેદે નિવૃત્તિ કરવાથી વૃત્તિઓ શાંત થતી નથી, પણ ઉન્મત્ત થાય છે, અને તેથી પડવાનો વખત આવે છે; અને જેમ જેમ આગળ ગયા પછી જો પડવાનું થાય છે, તો તેમ તેમ તેને પછાટ વધારે લાગે છે, એટલે ઘણો તે ઊંડો જાય છે; અર્થાત્ પહેલામાં જઈ ખેંચે છે, એટલું જ નહીં પરંતુ તેને ત્યાં ઘણા કાળ સુધી જોરની પછાટથી ખેંચ્યા રહેવું પડે છે.
સ્વચ્છંદપણે કોઈપણ વસ્તુનો ત્યાગ કરવાથી કે તેના ભાવનો ત્યાગ કરવાથી થોડા સમય કદાચ ટકી જવાય છે. પણ તેમ કરવાથી આપણી વૃત્તિઓ કાયમ માટે શાંત (નિવૃત્ત)થઈ જતી નથી. મોટા ભાગે તેવી રીતે કરવાથી વૃત્તિઓ ઉન્મત થઈને વધારે પરેશાન કરે છે અને તેમ થતાં આગળ વધવાને બદલે પડવાઈ થવાનો વખત આવે છે. જેટલે ઊંચે ચડી પડવાઈ થાય તેટલા જ પ્રમાણમાં વધારે ઊંડે ખૂંચી જવાય છે એટલે કે પ્રથમ ગુણસ્થાનક સુધી પડવાઈ થઈ ઘણાં લાંબાકાળ સુધી ત્યાં રહેવાનું થાય છે. - ૫૧. હજુ પણ શંકા કરવી હોય તો કરવી; પણ એટલું તો ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડી મોક્ષ સુધીના જે પાંચ પદ (જીવ છે, તે નિત્ય છે, તે કર્મનો કર્યા છે, તે કર્મનો ભોક્તા છે, મોક્ષ છે) તે છે; અને મોક્ષનો ઉપાય પણ છે; તેમાં કાંઈ પણ અસત્ય નથી. આવો નિર્ણય કર્યા પછી તેમાં તો કોઈ દિવસ શંકા કરવી નહીં; અને એ પ્રમાણે નિર્ણય થયા પછી ઘણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org