________________
૪)
સ્વાધ્યાય સુધા
જયારે સામેના જીવની યોગ્યતા થાય ત્યારે જ કહેવામાં આવે છે અને એક વખત જો એક ક્રિયા કરવાનું કહેવામાં આવ્યું હોય અને પછી એમ લાગે કે એ ક્રિયાથી એને નુકસાન થાય તો એ ક્રિયા બદલવી પડે એમ હોય અને ત્યાં તે જીવને શંકા થાય કે થોડા વખત પહેલા આમ કીધું હતું અને હવે આમ કહે છે તો એને ગુરુના વચનમાં શંકા થઈ જાય તેથી એનું શ્રેય થવાને બદલે અશ્રેય થાય માટે અમે કોઈ ક્રિયા વિષે કાંઈ પણ કહેતા નથી.
૪૯. બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે. તેમાં સ્વચ્છંદપણું વિલય થાય છે.
જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું છે. જો એ આજ્ઞામાંથી બહાર નીકળી જાય તો અટકી જાય. આમ જોવા જઈએ તો ૭માં ગુણસ્થાનક પછી કોઈ બાહ્ય ક્રિયા કરવાની રહેતી નથી. ફક્ત વિચારધારા ઉપર જ માર્ગ રહેલો છે. ૭માં ગુણસ્થાનકથી ૧૩માં ગુણસ્થાનક સુધી પહોંચવા માટેની જે વિચારધારા છે તે ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. ગુરુ પાસેથી જે શ્રુત પ્રાપ્ત થાય એ મૃતના અવલંબન વડે જ ૧૩માં ગુણસ્થાનકે પહોંચવાનું છે. જો એ શ્રુતનું અવલંબન છોડી દે તો તેને અટકવાનું થાય છે. એટલે બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું છે એમ કહ્યું. તેમ કરતાં પોતાનો સ્વછંદ છે તે વિલય થાય છે. હું જાણું છું, હું સમજું છું આવા જે ભાવો છે તે સ્વચ્છંદ. જ્યાં સુધી જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનો પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી સ્વચ્છેદ નાશ પામતો નથી. આના માટે શુકદેવજીનો દાખલો પુરાણોમાં આપેલ છે.
શુકદેવજીને આત્મજ્ઞાન તો થયું હતું પણ જે આત્મશાંતિનું વેદન થવું જોઈએ એ થતું નહોતું. એટલે એમના પિતાશ્રી વેદવ્યાસ ભગવાન પાસે જઈને કહ્યું કે હે ભગવન્મને આત્મજ્ઞાન તો થયું છે પણ શાંતિનું વદન તે હું સતત કરી શકતો નથી. તો મારે શું કરવું ? તેથી વેદવ્યાસજીએ એમને જે કહેવાનું હતું તે કહ્યું એટલે શુકદેવજીએ કહ્યું કે આ તો હું જાણું છું, આ મને ખબર છે. એટલે વેદવ્યાસજીએ કહ્યું કે આનાથી વધારે હું જાણતો નથી. એક વ્યક્તિ વિશેષ જાણે છે. તે તેની પાસે જા. તેથી રાજા જનક પાસે મોકલે છે. જનકરાજાના ત્યાં જઈને દરવાનને કહે છે કે તું જઈને રાજાને કહે કે શુકદેવજી આવ્યા છે. જનકરાજા દરવાનને કહે છે તું ત્યાં એમને ઊભા રાખ, હું મારું કામ પતાવીને બોલાવું છું. જનકરાજા જાણતાં હતાં કે શુકદેવજી શા માટે આવ્યા છે. પછી જનકરાજા સાત દિવસ સુધી યાદ નથી કરતાં, ૭ દિવસ પછી તે દરવાનને પૂછે છે કે “શુકદેવજી આવ્યા હતા તે ઊભા છે કે નહીં ?” દરવાને કીધું કે ઊભા છે, એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org