________________
૩૮
સ્વાધ્યાય સુધા
શાંતિરૂપે પ્રગટ થાય, ત્યાંથી આગળ વધી છે, સાત, આઠમાં ગુણસ્થાનકે આગળ વધી જાય તો તે પછી બે ઘડીમાં મોક્ષ થઈ જાય. મોક્ષ થઈ જાય એટલે કે કેવળજ્ઞાનકેવળદર્શનની પ્રાપ્તિ થઈ જાય.
૪૩. મોક્ષમાર્ગ કરવાળની ધાર જેવો છે, એટલે એકધારો (એક પ્રવાહ રૂપે) છે. ત્રણે કાળમાં એકધારાએ એટલે એકસરખો પ્રવર્તે તે જ મોક્ષમાર્ગ વહેવામાં ખંડિત નહીં તે જ મોક્ષમાર્ગ.
કરવાળ એટલે કરવાળુ કે જેમાંથી પ્રવાહી નાળચાવડે બહાર આવે ત્યારે એક સરખી ધાર વડે બહાર પડતું રહે. એક જ સરખો પ્રવાહ વહ્યા કરે. મોક્ષમાર્ગ પણ આવો જ કરવાળની ધાર જેવો છે. ત્રણે કાળમાં એકધારાએ જ પ્રવર્તે એટલે કે એક સરખો પ્રવર્તે તે મોક્ષમાર્ગ કહેવાય છે. જે માર્ગ ખંડિત થઈ જાય તે મોક્ષમાર્ગ કહેવાય નહિ એટલે કે સમય સાથે તેમાં બદલાવ આવે તો તે મોક્ષમાર્ગ ન કહેવાય. કોઈપણ કાળમાં એક સરખો જ પ્રવહ્યા કરે તે મોક્ષમાર્ગ.
૪૪. અગાઉ બે વખત કહેવામાં આવ્યું છે છતાં આ ત્રીજી વખત કહેવામાં આવે છે કે ક્યારેય પણ બાદર અને બાહ્ય ક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો નથી, કારણ કે અમારા આત્માને વિષે તેવો ભાવ કોઈ દિવસ સ્વપ્નય પણ ઉત્પન્ન થાય તેમ છે નહીં.
પરમકૃપાળુદેવને કોઈએ બાહ્યક્રિયા કરવી કે ન કરવી તેના વિષે પૂછ્યું હશે. તેઓ જણાવે છે કે પહેલાં પણ બે વખત જણાવ્યું છે કે બાહ્ય ક્રિયાનો નિષેધ કરવો તેમ કહ્યું જ નથી. “બાહ્ય ક્રિયાથી જ મોક્ષ છે.” એમ માન્યતાના આગ્રહને છોડાવવા માટે બાહ્ય ક્રિયાનો નિષેધ કહ્યો હોય પણ લોકો પૂરું સમજે, સાંભળે નહીં તો ગોટાળો કરી નાખે. બાહ્ય ક્રિયા પણ આંતરક્રિયાના બળવાનપણા માટે જરૂરી જણાય ત્યાં કરવાની જ છે એમ સર્વ જ્ઞાનીઓએ કહેલું છે. ફક્ત બાહ્ય ક્રિયાનો જ આગ્રહ, તેનાથી જ મોક્ષ થઈ જશે એ એકાંતના પકડાઈ જવા જેવું થાય છે. જયાં એકાંતપણે માન્યતા થાય ત્યાં આગ્રહ આવી જાય, તેમાંથી હઠાગ્રહ, કદાગ્રહ જેવા દૂષણો પેસી જાય. આગ્રહ તોડાવવા વાત કહેવામાં આવી હોય તો તે બરાબર છે. પણ ક્રિયાનો નિષેધ અમારા આત્મામાંથી ઉઠે એવો ભાવ સ્વપ્નય થાય તેવી સ્થિતિ જ નથી.
૪૫. રૂઢિવાળી ગાંઠ, મિથ્યાત્વ અથવા કષાયને સૂચવનારી ક્રિયાના સંબંધમાં વખતે કોઈ પ્રસંગે કાંઈ કહેવામાં આવ્યું હોય, તો ત્યાં ક્રિયાના નિષેધઅર્થે તો નહીં જ કહેવામાં આવ્યું હોય; છતાં કહેવાથી બીજી રીતે સમજવામાં આવ્યું હોય, તો તેમાં સમજનારે પોતાની ભૂલ થઈ છે, એમ સમજવાનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org