________________
સ્વાધ્યાય સુધા
૩૭ ૪૧. સામાયિક, છ આઠ કોટિનો વિવાદ મૂકી દીધા પછી નવ વિના નથી થતું, અને છેવટે નવ કોટિ વૃત્તિયે મૂક્યા વિના મોક્ષ નથી.
૪૨. અગિયાર પ્રકૃતિ ખપાવ્યા વિના સામાયિક આવે નહીં. સામાયિક થાય તેની દશા તો અદ્ભુત થાય. ત્યાંથી છ, સાત અને આઠમા ગુણસ્થાનકે જાય; ને ત્યાંથી બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે.
સામાયિક એટલે આત્મશક્તિનો પ્રકાશ કરનાર, સમ્યજ્ઞાનદર્શનનો ઉદય કરનાર, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવનાર, નિર્જરાનો અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થબુદ્ધિ કરનાર. સામાયિક શબ્દની વ્યુત્પતિ-સમ+આય+ઈક એ શબ્દોથી થાય છે. “સમ' એટલે રાગદ્વેષરહિત મધ્યસ્થ પરિણામ, “આય' એટલે તે સમભાવનાથી ઉત્પન્ન થતો જ્ઞાનદર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગનો લાભ, અને ઈક' કહેતાં ભાવ એમ અર્થ થાય છે એટલે કે જે વડે કરીને મોક્ષના માર્ગનો લાભદાયકભાવ ઊપજે તે સામાયિક. સામાયિકભાવને પરિણમાવવાથી જીવ આર્તરદ્ર એ બે પ્રકારના અશુભ અને હેય ધ્યાનનો ત્યાગ સહેલાઈથી કરી શકે છે. (શિક્ષાપાઠ-૩૭)
એ વાત સાવધાનીપૂર્વક કરવાથી પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. અનંતાકાળચક્રમાં ભમતાં જે સાર્થક ન થઈ શક્યું તેને બે ઘડીની વિશુદ્ધિ સામાયિક સાર્થક કરી આપે છે. (શિક્ષાપાઠ-૩૯)
સામાયિક એટલે સમતાભાવમાં રહેવું. સામાયિક છે કોટિ તથા ૮ કોટિએ કરવામાં આવે છે. છ કોટિ એટલે શું ? મનથી, વચનથી, કાયાથી પાપકર્મ કરુ નહિ, કરાવવું નહિ. ૮ કોટિ એટલે શું? વચનથી, કાયાથી પાપકર્મ કરું નહિ, કરાવવું નહિ, અનુમોદન આપું નહિ તથા મનથી કરું નહિ, કરાવવું નહિ. પણ સાચી સામાયિક ૯ કોટિએ થાય છે એટલે મનથી, વચનથી, કાયાથી પાપકર્મ કરું નહિ, કરાવવું નહિ તથા અનુમોદન. આપવું નહિ. એમાં આગળ વધતાં નવકોટિથી પણ પર થઈ જવાનું રહે છે ત્યારે સાચા અર્થમાં સમતા એટલે ઉદાસીનતા અને તેના ફળસ્વરૂપ અસંગતાની પ્રાપ્તિ થાય છે. અસંગતા જેટલા અંશે પ્રગટે એટલા અંશે આત્મા શુદ્ધ થતો જાય અને સંપૂર્ણ અસંગપણું થતાં કેવળજ્ઞાનસ્વરૂપ આત્મા બની જાય. ૫.કૃ.દેવ પણ કહે છે કે “એકવાર આત્માની સામાયિક કરો તો ફરીને ન કરવી પડે.”
ગુણસ્થાન અપેક્ષાએ વિચારીએ તો મોહનીય કર્મની દર્શન મોહિનીયની ત્રણ અને ચારિત્ર મોહનીયની અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ક્ષય થાય ત્યારે સામાયિક થઈ ગણાય. આ આત્માની સામાયિકની શરૂઆત ગણાય. આવી સામાયિક જેની થાય તેની તો દશા અભૂત-આશ્ચર્યજનક, ઉલ્લાસપૂર્ણ, આહલાદ્ધ, આંતરિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org