________________
સ્વાધ્યાય સુધા
૩૫
અત્યારે પણ મહાવિદેહક્ષેત્રમાં સંપૂર્ણ મોક્ષમાર્ગ ખુલ્લો છે. જયારે આ ભરતક્ષેત્રમાં સંપૂર્ણ મોક્ષમાર્ગ ખુલ્લો નથી. છતાં જીવ સમ્યકત્વને પ્રાપ્ત કરી શકે છે. આ કાળમાં ૭માં અપ્રમત્તગુણસ્થાનક સુધી જીવ પહોંચી શકે-એટલી શક્તિ તેની પાસે રહેલી છે. જો સમ્યક્ત્વ પ્રાપ્ત થયું તો અનંતભવની સામે ૧૫ ભવના ભાંગામાં આવી જાય છે. અને જો ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થયું તો ૩ ભવ બાકી રહે એટલે પછી અનંતકાળની સામે એને થોડા કાળમાં જ આ સ્થિતિમાં રહેવાનું છે. વળી સમ્યકત્વ પ્રાપ્ત થયું હોવાથી અંશે મોક્ષના સુખનું વેદન પણ કરે છે કે જેના આધારે તે આગળ વધતો વધતો સંપૂર્ણ દશાને પામી શકે છે.
૩૭. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે આ કાળને વિષે છે. પ્રયોજનભૂત પદાર્થનું જાણપણું તે “જ્ઞાન”, તેને લઈને સુપ્રતીતિ તે ‘દર્શન', અને તેથી થતી ક્રિયા તે “ચારિત્ર' છે. આ ચારિત્ર આ કાળને વિષે જૈનમાર્ગમાં સમ્યકત્વ પછી સાતમાં ગુણસ્થાનક સુધી પ્રાપ્ત કરી શકવાનું સ્વીકારવામાં આવ્યું છે. - પરમકૃપાળુદેવે સમ્યફજ્ઞાન-દર્શન-ચારિત્રની વ્યાખ્યા “મૂળમાર્ગ રહસ્ય'માં આ પ્રમાણે આપી છે.
છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ. ૬ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ.૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ.
તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ મૂળ.૮ સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્ય ચારિત્ર આ ત્રણેનું અસ્તિત્વ આ ક્ષેત્રે આ કાળમાં રહેલું છે.
પ્રયોજનભૂત પદાર્થનું જાણપણું તે “જ્ઞાન' તેને લઈને સુપ્રતીતિ તે “દર્શન અને તેથી થતી ક્રિયા તે ચારિત્ર' છે. આ ચારિત્ર આ કાળને વિષે જૈનમાર્ગમાં સમ્યકત્વ પછી સાતમા ગુણસ્થાનક સુધી પ્રાપ્ત કરી શકવાનું સ્વીકારવામાં આવ્યું છે.
પ્રયોજનભૂત પદાર્થ કોને કહેવાય ? પોતાનો આત્મા એ પ્રયોજનભૂત પદાર્થ છે. તો એનું જાણપણું, એના ગુણ, લક્ષણોને ઓળખવા, એ કેવી રીતે બંધાય છે, કેવી રીતે છૂટી શકે, એને છૂટવા માટે કયા કયા અંતરાયો નડે છે, આ વાતો જાણવી તેનું નામ જ્ઞાન અને એ જાણ્યા પછી તે પ્રમાણે પુરુષાર્થ કરી આત્માની ઓળખાણ થાય-એની સુપ્રતીતિ થાય એનું નામ દર્શન. આ સમ્યકજ્ઞાન-સમ્યક્દર્શનને અનુલક્ષીને જે કાંઈ ક્રિયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org