________________
૪૨
સ્વાધ્યાય સુધા કરીને શંકા થતી નથી. જો કદાચ શંકા થાય તો તે દેશશંકા થાય છે, ને તેનું સમાધાન થઈ શકે છે. પરંતુ મૂળમાં એટલે જીવથી માંડી મોક્ષ સુધી અથવા તેના ઉપાયમાં શંકા થાય તો તે દેશ શંકા નથી પણ સર્વશંકા છે; ને તે શંકાથી ઘણું કરી પડવું થાય છે, અને તે પડવું એટલા બધા જોરમાં થાય છે કે તેની પછાટ અત્યંત લાગે છે.
શરૂઆતમાં શંકા થતી હોય તો કરી લેવી પણ ચોક્કસપણે એટલી તો શ્રદ્ધા રાખવી કે “આત્મા છે થી માંડી આત્માનો મોક્ષ છે અને તેનો ઉપાય છે તેમાં શંકા ઊભી ન થઈ જાય તેવી જાગૃતિ રાખી આગળ વધવા પુરુષાર્થ કરવો. જો યથાતથ્ય પોતાનો નિર્ણય થયેલો હશે તો શંકા જ ઊભી નહીં થાય અને કદાચ થશે તો તે “દેશશંકા' રૂપે હશે કે જેનું સમાધાન કરી શકાય છે. પરંતુ જો “આત્મા’ વિષેના છ પદમાં શંકા થાય તો તે દેશ શંકા નથી પણ સર્વશંકા છે ને એમ થઈ જાય તો પડવાઈ થવાનો મોટા ભાગે સમય આવે છે અને એ પછડાટ એવી જોરદાર હોય છે કે તેને અત્યંત દુઃખદાયી થઈ પડે છે.
પર. આ જે શ્રદ્ધા છે તે બે પ્રકારે છે : એક “ઓધે અને બીજી “વિચારપૂર્વક'.
શ્રદ્ધા બે પ્રકારની કહેવામાં આવી. એક “ઓધે’ એટલે પોતાની સમજણપૂર્વકની નહીં પણ બીજાના કહેવાથી, તેના પર વિશ્વાસ રાખી કરવામાં આવે તે “ઓધે શ્રદ્ધા', જયાં સુધી જીવ વિપરીત આચરણમાં ન આવી જાય ત્યાં સુધી ટકી રહે પણ લાંબો સમય ટકી ન રહે. પણ એકવાર ‘ઓથે' પણ શ્રદ્ધા કરી હોય તો પણ પછી પોતે જે શ્રદ્ધા કરી છે તેના પર વિચારણા ચલાવીને પોતાનો આત્મા તેમાં સાક્ષી પૂરતો થઈ જાય તો તે “શ્રદ્ધા' અટલ બની જાય છે. પછી તેમાંથી પાછા ફરવાનો વખત આવતો નથી કે તેમાંથી બહાર નીકળી જવાનું બનતું નથી. ગુરુ પ્રત્યેની શ્રદ્ધા-આવા વિચારપૂર્વકની હોવી જરૂરી છે. તો જ તેમના વચનોને આપણામાં પરિણમાવી શકીએ. એટલે કે ગુરુએ કહ્યા પ્રમાણે શ્રદ્ધાથી આચરણ કરવાથી આપણા લક્ષ્યને સહેલાઈથી પ્રાપ્ત કરી શકીએ. સાધનાનો આ માર્ગ જ સહેલો છે.
૫૩. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જે કંઈ જાણી શકાય છે તેમાં અનુમાન સાથે રહે છે, પરંતુ તેથી આગળ અને અનુમાન વિના શુદ્ધપણે જાણવું એ મન:પર્યવજ્ઞાનનો વિષય છે; એટલે મૂળ તો મતિ, શ્રત અને મન:પર્યવજ્ઞાન એક છે, પરંતુ મન:પર્યવમાં અનુમાન વિના મતિની નિર્મલતાએ શુદ્ધ જાણી શકાય છે.
પાંચ જ્ઞાન કહ્યા છે-મતિ જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. એમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન છે તેમાં મન તેમજ જ્ઞાનેન્દ્રિયોની જરૂર પડે છે. તેથી જે કાંઈ નિર્ણય થાય છે તે અનુમાનપૂર્વક હોય એટલે એ નિર્ણય સાચો પણ હોય અથવા ખોટો પણ હોય. જે જ્ઞાનીગુરુ પાસેથી સાંભળવા મળે એ શ્રુતજ્ઞાન કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org