________________
સ્વાધ્યાય સુધા ૨૯. “વાટે ચાલતાં એક ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજી છે, તો બની શકે તો કાંટા દૂર કરવા, પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તો તેટલા સારુ ત્યાં રોકાઈ રાત ન રહેવું; પણ ફાળિયું મૂકી દઈ ચાલી નીકળવું. તેવી જ રીતે જિનમાર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના અથવા તેનો વિચાર કર્યા વિના અલ્પ અલ્પ શંકાઓ માટે બેસી રહી આગળ ન વધવું તે ઉચિત નથી. જિનમાર્ગ ખરી રીતે જોતાં તો જીવને કર્મક્ષય કરવાનો ઉપાય છે, પણ જીવ પોતાના મતથી ગૂંચાઈ ગયેલ છે. - જિનેશ્વરના માર્ગનું અથવા જિનેશ્વરનું સ્વરૂપ જયાં સુધી યથાર્થ સમજાતું નથી અથવા તો તેનો વિચાર કર્યા વગર નાની નાની શંકાઓમાં અટવાઈ જવું એ સાધક માટે ઉચિત નથી. જિનેશ્વર દ્વારા પ્રરૂપવામાં આવેલો માર્ગ સમ્યપણે જોઈએ, વિચારીએ તો જીવને પોતાને કર્મક્ષયનો ઉપાય મળી જાય છે પણ જીવ પોતાના મતથી ગૂંચવાયેલો છે.
૩૦. જીવ પહેલા ગુણસ્થાનકમાં ગ્રંથિભેદ સુધી અનંતીવાર આવ્યો છે ને ત્યાંથી પાછો વળી ગયો છે. આંક (૧) સાથે સમજાવેલ છે. ત્યાં જોવું.
૩૧. જીવને એવો ભાવ રહે છે કે સમ્યક્ત્વ અનાયાસે આવતું હશે; પરંતુ તે તો પ્રયાસ (પુરુષાર્થ) કર્યા વિના પ્રાપ્ત થતું નથી.
સાધક એમ માને કે વાંચી લઈશ, આજ્ઞાભક્તિ કરીશ એટલે સમ્યકત્વ આવી જશે. ગુરુના શરણે છીએ એટલે સમ્યકત્વ આવી જશે પણ એમ માની લેવાથી સમ્યક્ત્વ આવી જતું નથી. એના માટે પુરુષાર્થ કરવો જ પડે છે. પુરુષાર્થ ન કરે તો જે પાંચ સમવાય કારણો છે તે આવીને મળતા નથી કારણ કે એ બધા પુરુષાર્થ પર જ આધારિત છે અને એમાં પુરુષાર્થ મુખ્ય છે.
૩ર. કર્મપ્રકૃતિ ૧૫૮ છે. સમ્યકત્વ આવ્યા વિના તેમાંની કોઈપણ પ્રકૃતિ સમૂળગી ક્ષય થાય નહીં. અનાદિથી જીવ નિર્જરા કરે છે, પરંતુ મૂળમાંથી એક પણ પ્રકૃતિ ક્ષય થતી નથી ! સમ્યકત્વમાં એવું સામર્થ્ય છે કે તે પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરે છે તે આવી રીતે કે :- અમુક પ્રકૃતિ ક્ષય થયા પછી તે આવે છે, અને જીવ બળિયો થાય તો આસ્તે આસ્તે સર્વ પ્રકૃતિ ખપાવે છે.
આત્મા જેટલા પ્રકારે વિભાવભાવ કરી શકે તેટલા પ્રકારનાં કર્મો છે એટલે કે તેના અનંત પ્રકાર થઈ જાય છે. અનંત પ્રકાર કહેવાથી કાંઈ યથાર્થપણે સમજણમાં આવી શકે નહિ તેથી તેનું વર્ગીકરણ કરી ૧૫૮ પ્રકાર કહ્યા છે. તે પણ યાદ રાખવા કે સમજવા મુશ્કેલ પડે એટલે તેના પણ મુખ્યપણે આઠ પ્રકાર કરવામાં આવ્યા. તેના નામજ્ઞાનવરણીય-(૫), દર્શનાવરણીય-(૯), મોહનીય-(૨૮), આયુષ્ય- (૪), નામ-(૧૦૩), ગોત્ર-(૨), અંતરાય-(૫). આ કર્મમાંથી મોહનીયકર્મ અને તેની ૨૮ પ્રકૃતિ ખાસ સમજવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org