________________
૩)
સ્વાધ્યાય સુધા વિભાવી આત્મા સ્થિત છે તે આકાશપ્રદેશના કેટલા ભાગને લઈને અછઘ અભેદ્ય એવું જે અનુભવાય છે તે અનુભવગમ્યમાં સમાય છે; અને તે ઉપરાંત બાકીનો આકાશ જેને કેવળજ્ઞાનીએ પોતે પણ અનંત (જેનો અંત નહીં એવો) કહેલ છે, તે અનંત આકાશનો પણ તે પ્રમાણે ગુણ હોવો જોઈએ એવુ બુદ્ધિબળે નિર્ણત કરેલ હોવું જોઈએ.
પોતાના આત્માનો અનુભવ થવો અને યથાર્થપણે પદાર્થોનું જ્ઞાન થવું તે અનુભવની વાત છે. બુદ્ધિબળની વાત અનુભવમાં આવી શકે નહીં. અનુભવથી જે જણાય તે ભલે થોડાક જ આકાશપ્રદેશના ભાગ જેટલું હોય, પણ તેના આધારે બાકીના આકાશને પણ તે પ્રમાણે બુદ્ધિના આધારે અનુમાનથી કહી શકાય.
(ઈ) આત્મજ્ઞાન ઉત્પન્ન થયું અથવા તો આત્મજ્ઞાન થયું, તે વાત અનુભવગમ્ય છે. તે આત્મજ્ઞાન ઉત્પન્ન થવાથી આત્મઅનુભવ થવા ઉપરાંત શું શું થવું જોઈએ એમ જે કહેવામાં આવ્યું છે તે બુદ્ધિબળથી કહેલું, એમ ધારી શકાય છે.
આત્મજ્ઞાન ઉત્પન્ન થાય તે અનુભવથી જાણી શકાય છે. તે જ્ઞાન પ્રગટવાથી તેના સિવાય શું શું જાણી શકાય, શું શું કરી શકાય ? તેનો વિચાર અનુભવને આધારે બુદ્ધિ (મતિ) વડ થઈ શકે છે તે અનુમાન કહેવાય.
(ઇ) ઈન્દ્રિયના સંયોગથી જે કંઈ દેખવું જાણવું થાય તે જોકે અનુભવગમ્યમાં સમાય છે ખરું, પરંતુ અહીં તો અનુભવગમ્ય આત્મતત્ત્વને વિષે કહેવાનું છે, જેમાં ઈન્દ્રિયોની સહાયતા અથવા તો સંબંધની જરૂર છે નહીં, તે સિવાયની વાત છે. કેવળજ્ઞાની સહજ દેખી જાણી રહ્યા છે; અર્થાત્ લોકના સર્વ પદાર્થને અનુભવ્યા છે એમ જે કહેવામાં આવે છે તેમાં ઉપયોગનો સંબંધ રહે છે, કારણ કે કેવળજ્ઞાનીના તેરમા અને ચૌદમા ગુણસ્થાનક એવા બે વિભાગ કરવામાં આવ્યા છે, તેમાં તેરમા ગુણસ્થાનકવાળા કેવળજ્ઞાનીને યોગ છે એમ સ્પષ્ટ છે, અને જ્યાં એ પ્રમાણે છે ત્યાં ઉપયોગની ખાસ રીતે જરૂર છે, અને જ્યાં ખાસ રીતે જરૂર છે ત્યાં બુદ્ધિબળ છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી અને જ્યાં એ પ્રમાણે ઠરે છે, ત્યાં અનુભવ સાથે બુદ્ધિબળ પણ ઠરે છે.
ઈન્દ્રિયોથી જે જણાય તે પણ અનુભવગમ્ય ગણાય છે. પણ અહીંયા જે જ્ઞાનની વાત છે તે તો ઈન્દ્રિયોની સહાય વિના થઈ શકે તેમ કહ્યું છે. તેમાં ગુણસ્થાનકવાળાને મન, વચન, કાયાના યોગ ઊભા છે છતાં ઉપયોગની ખાસ જરૂર રહેતી નથી હોતી અને જયાં ખાસ જરૂર છે ત્યાં બુદ્ધિબળની જરૂર પડે છે એટલે કે અનુભવ સાથે બુદ્ધિબળની આવશ્યકતા રહે છે.
(૧) આ પ્રમાણે ઉપયોગ ઠરવાથી આત્માને જે જડ પદાર્થ નજીક છે તેનો તો અનુભવ થાય છે; પણ જે નજીક નથી અર્થાત્ જેનો યોગ નથી તેનો અનુભવ થવો એમ કહેવું એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org