________________
સ્વાધ્યાય સુધા
૨૮
કષાય ઊભા થાય છે. (૧) અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે તે પરમાર્થજ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે, નિરાદર પ્રમાણે વર્તે છે તેમ કહેવાય. (૨) અસદ્ગુઆદિકના આગ્રહથી, વિપરીત બોધથી સદૈવ, સદ્ગુરુ પ્રત્યે આશાતનાએ, ઉપેક્ષાએ વર્તે એવો સંભવ છે. (૩) અસત્ ગુર્વાદિકના માઠા સંગથી સંસાર વાસના પરિચ્છેદ નહીં પામતી હોવા છતાં તે પરિચ્છેદ થાય છે તેમ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષા કરે તેને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ ઊભો થવાનો સંભવ છે. (પત્ર-૪૫૯ના આધારે)
મિથ્યાત્વ સંબંધી જે પ્રકૃતિઓનો આસ્રવ થાય છે તેનો આસ્રવ કરાવવા વાળા અનંતાનુબંધી કષાયની સાથે યોગનું પરિણમન થઈ રહ્યું છે તે છે. જે સમયે અનંતાનુબંધી કષાયનો અભાવ થશે તે સમયે જો મિથ્યાત્વનો ઉદય રહ્યો હશે તો પણ મિથ્યાત્વ સંબંધી પ્રકૃતિઓનો આસ્રવ થતો નથી કારણ કે અહીંયા કષાયની ગેરહાજરી છે.
મિથ્યાત્વ દર્શનમોહનીયમાં આવે છે અને કષાય ચારિત્ર મોહનીયમાં આવે છે. યોગને પારિણામિકભાવ માનવામાં આવે છે. આમ મિથ્યાત્વ યોગમાં પણ ગણાતું નથી, માટે મિથ્યાત્વથી ડરવાનું નથી, ડરવાથી તેનો નાશ થવાનો નથી. પણ તેના ઉપર કાબુ મેળવવા માટે અનંતાનુબંધી કષાયની સાથે રહેવાવાળી જે લેશ્યા (પરિણતિ) છે તેને હઠાવવી પડશે.
શુભ લેશ્યા જીવાત્માને માટે ઉપાદેયરૂપ પરિણિત છે. જીવાત્માએ કરેલા પુરુષાર્થના ફળરૂપે છે. શુભ પરિણતિને શુદ્ધતા તરફ લઈ જવાનો પુરુષાર્થ કરવાનો છે.
હવે મિથ્યાત્વનો જ્યાં સુધી ઉદય રહે છે ત્યાં સુધી તે જીવનું જ્ઞાન અજ્ઞાનરૂપ જ કહેવાય છે. જ્યારે જીવ અનંતાનુબંધી કષાયને મોળા પાડી દર્શન મોહનીયને ક્ષય કરવા તરફ આગળ વધે છે ત્યારે દર્શન મોહનીયના ત્રણ ભાગ થઈ જાય છે અને મિથ્યાત્વ પ્રકૃતિનો ઉપશમ કે ક્ષયોપશમ થતાં ઔપમિક અથવા ક્ષાયોપશમિક સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી લે છે. અને જો દર્શન મોહનીયની પ્રકૃતિ તેમજ અનંતાનુબંધી ચોકડીનો ક્ષય કરે છે તો ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. આમાં પહેલા અનંતાનુબંધીનો ક્ષય થાય છે. તે જ સમયે દર્શન મોહનીયની પ્રકૃતિ ક્ષય પામે છે અને સમ્યક્દર્શન પ્રગટે છે. સમ્યક્દર્શન સાથે દર્શન મોહનીયની સમ્યક્ મોહનીય પ્રકૃતિ ઉદયમાં હોય તો પણ સમ્યગ્દર્શન જેમનું તેમ રહે છે. પણ જો કોઈ કારણસર ચારિત્ર મોહનીયની અનંતાનુબંધી સંબંધી કોઈ એક કષાય પણ ઉદયમાં આવી જાય તો સમ્યક્દર્શન નાશ પામી જાય છે એટલે કે સમ્યક્દર્શન માટે ખતરનાક અનંતાનુબંધી કષાય છે માટે તેની તકેદારી વિશેષરૂપથી રાખવી જરૂરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org