________________
સ્વાધ્યાય સુધા
છૂટવાનો હેતુ છે. તેમજ વીતરાગે દર્શાવેલા માર્ગે ચાલવું કે તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું તે પણ અબંધકરૂપે પરિણમે છે એટલે નવા કર્મનુ બંધન થતું નથી. તે વીતરાગ જ્ઞાન પ્રત્યે ક્રોધાદિભાવોથી વિમુક્ત થવાથી અનંત સંસારથી મુક્તપણે થાય છે એટલે કે મોક્ષ છે, એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે.
- મોક્ષથી વિપરીત એવો જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે; અને છે પણ તેમજ. વીતરાગના માર્ગે અને તેની આજ્ઞાએ ચાલનારાનું કલ્યાણ થાય છે. આવો જે ઘણા જીવોને કલ્યાણકારી માર્ગ તે પ્રત્યે ક્રોધાદિભાવ (જે મહા વિપરીતના કરનારા છે) તે જ અનંતાનુબંધી કષાય છે.
અનંતાનુબંધી કષાય કેવી રીતે છે તે સમજીએ.
જે કષાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે કષાય પરિણામને જિન પ્રવચનમાં “અનંતાનુબંધી” સંજ્ઞા કહી છે. જે કષાયમાં તન્મયપણે અપ્રશસ્ત-માઠા પરિણામે-ભાવે, તીવ્ર ઉપયોગે આત્માની પ્રવૃત્તિ થાય ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે.... સદેવ, સદ્ગુરુ અને સધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય તથા વિમુખભાવ થાય, એ પ્રવૃત્તિથી તેમજ અસદેવ અસતગુરુ તથા અસધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ પ્રમાણે પ્રવર્તતા અનંતાનુબંધી કષાય સંભવે છે..... જ્ઞાનીના વચનમાં સ્ત્રીપુત્રાદિભાવોને જે મર્યાદા પછી ઈચ્છતાં નિર્ધ્વસ પરિણામ કહ્યા છે, તે પરિણામે પ્રવર્તતા પણ અનંતાનુબંધી હોવા યોગ્ય છે. (પત્ર-૬ ૧૩). ઉદયથી અથવા ઉદાસભાવ સંયુકત મંદપરિણતબુદ્ધિથી ભોગાદિને વિષે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે, પણ જ્યાં ભોગાદિને વિષે તીવ્ર તન્મયપણે પણ પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં, નિર્ભયપણે ભોગ પ્રવૃત્તિ સંભવે. જે નિર્ધ્વસ પરિણામ કહ્યા છે; તેવા પરિણામ વર્તે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. તેમજ “હું સમજુ છું” “મને બાધ નથી” એવાને એવા બફમમાં રહે અને ભોગથી નિવૃત્તિ ઘટે છે અને કંઈ પણ મિથ્યાજ્ઞાનથી જ્ઞાનદશા માની ભોગાદિકમાં પ્રવર્તન કરે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. (પત્ર-દરર) ખોટી પ્રતીતિમાં રહેવું એ અનંતાનુબંધીમાં સમાય છે. (ઉપદેશછાયા) જીવને અંતરાય કરનાર (૧) હું જાણું છું એ પ્રકારનું અભિમાન. (૨) કુળધર્મને કરતાં આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકભય. (૩) સપુરુષની ભક્તિ આદિ વિષે પણ લૌકિકભાવ (સાંસારિક વૈિભવ. વિ. પ્રાપ્ત કરવાના ભાવો) (૪) કોઈ પંચ વિષયાકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવો. આ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એટલે કે મિથ્યાત્વરૂપી આસ્રવ આવવાનું કારણ છે. (પત્ર-પરર) પરમાર્થને નામે, ભ્રાંતિગત પરિણામે, અસદ્ગર, અસદૈવ, અસધર્મને ભજે છે, તે જીવને ઘણું કરીને અનંતાનુબંધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org