________________
૧૮
સ્વાધ્યાય સુધા ૩. જ્ઞાનાવરણનું સર્વ પ્રકારે નિરાવરણ થવું તે કેવળજ્ઞાન” એટલે “મોક્ષ'; જે બુદ્ધિબળથી કહેવામાં આવે છે એમ નથી; પરંતુ અનુભવ-ગમ્ય છે.
અહીં જ્ઞાનાવરણીય કર્મનો નાશ કહ્યું છે પણ એની સાથે દર્શનાવરણીય-કર્મ તથા અંતરાયકર્મ ૧૨માં ગુણસ્થાનકે નાશ પામે છે અને જેવા તે નાશ થાય એટલે આત્મા સર્વ પ્રકારે નિરાવરણ થાય-શુદ્ધ દશાને પામે-કેવળજ્ઞાન પામે જેને “મોક્ષ' નામ આપ્યું છે. મોહનીયકર્મ છે તે ૧૦માં ગુણસ્થાનકના છેડે નાશ પામે છે. આ જે વાત કહેવામાં આવી છે તે બુદ્ધિબળથી કહેવામાં આવી છે એમ નથી પણ જેમ જેમ જીવ આગળ વધે અને જે પ્રમાણે નિરાવરણ થાય તે પ્રમાણે અનુભવગમ્ય થાય છે એમ કહ્યું છે. પરમકૃપાળુદેવે ઘણી જગ્યાએ કહ્યું છે કે જો શંકા થતી હોય અથવા જો ન સમજાતું હોય તો અનુભવ કરીને જોઈ લે.
૪. બુદ્ધિબળથી નિશ્ચય કરેલો સિદ્ધાંત તેથી વિશેષ બુદ્ધિબળ અથવા તર્કથી વખતે ફરી શકે છે; પરંતુ જે વસ્તુ અનુભવગમ્ય (અનુભવસિદ્ધ) થઈ છે તે ત્રણે કાળમાં ફરી શકતી નથી.
કોઈ પણ નિર્ણય બુદ્ધિ-મતિના આધારે થયેલો હોય તે જ નિર્ણય બુદ્ધિ-મતિ તીવ્ર થતાં અથવા તર્કથી ફરી શકે છે, પરંતુ જે વસ્તુનો અનુભવ થયેલો છે તેમાં અનુમાન નથી માટે ત્રણેકાળમાં ફરી શકે નહીં.
૫. હાલનાં સમયમાં જૈનદર્શનને વિષે અવિરતિ સમ્યગ્દષ્ટિનામાં ચોથા ગુણસ્થાનથી અપ્રમત્તનામા સાતમાં ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ સ્પષ્ટ સ્વીકારેલ છે.
હાલમાં અવસર્પિણી કાળના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનું શાસન પ્રવર્તી રહેલું છે અને હાલમાં કેવળજ્ઞાનીની હાજરી ભરતક્ષેત્રમાં રહેલી નથી અને અમુક બોલો વિચ્છેદ ગયા છે તોપણ હજી પણ જીવ પુરુષાર્થ દ્વારા અવિરતિ સમ્યગુર્દષ્ટિનામાં ચોથા ગુણસ્થાનકથી સાતમા અપ્રમત્ત ગુણસ્થાનક સુધી પહોંચી શકે છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે પહોંચેલો જીવાત્મા તે જ સ્થિતિમાં દેહનો ત્યાગ કરે તો તેને પછી એક જ મનુષ્યનો ભવ કરવાનો બાકી રહે તેમ શાસ્ત્ર પ્રણાલી કહે છે. માટે આ કાળમાં મોક્ષ નથી તે વાત નહીં માનતાં, આત્મા જે વડે મુક્ત બની શકે તેવા પુરુષાર્થને સહારો લઈને આગળ વધવા પુરુષાર્થી બનવાનું છે. ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી પણ જીવ પહોંચી જાય તો તેને અનંતકાળ રખડવાનું રહેતું નથી. થોડાક જ સમયમાં તે સિદ્ધ સુખને પ્રાપ્ત કરી શકે છે.
૬. સાતમાથી સયોગીકેવળીનામા તેરમા ગુણસ્થાનક સુધીનો કાળ અંતર્મુહૂર્તનો છે. તેરમાનો કાળ વખતે લાંબો પણ હોય છે. ત્યાં સુધી આત્મઅનુભવ પ્રતીતિરૂપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org