________________
સ્વાધ્યાય સુધા
તે કાળમાં સમ્યક્ત્વ અથવા ચારિત્ર પામે તે સમયે કર્મનો બંધ થતો નથી અને જયાં બંધ નથી ત્યાં સંસાર નથી. કર્મબંધને આવતો અટકાવવાનો ઉપાય કર્મના ઉદયને દૃષ્ટાપણે જોવાનો પુરુષાર્થ કરવો તે છે. જો દેષ્ટા થઈ જવાય તો નવા કર્મનું બંધન થઈ શકતું નથી. દષ્ટાભાવ એ ઉદાસીનતા જ છે અને ઉદાસીનતા છે તે જ અસંગાણામાં લઈ જાય છે, જે કર્મબંધને અટકાવે છે. કર્મબંધ થતો નથી તો સંસાર ટકી શકતો નથી, તે પણ નાશ પામી જાય છે.
૧૦. સમ્યકત્વ અને ચારિત્રમાં આત્માની શુદ્ધ પરિણતિ છે, તથાપિ તે સાથે મન, વચન, શરીરના શુભ જોગ પ્રવર્તે છે. તે શુભ જોગથી શુભ એવો બંધ થાય છે. તે બંધને લઈને દેવાદિ ગતિ એવો જે સંસાર તે કરવો પડે છે. પરંતુ તેથી વિપરીત જે સમ્યકત્વ અને ચારિત્ર જેટલે અંશે પ્રાપ્ત થાય છે તેટલે અંશે મોક્ષ પ્રગટ થાય છે, તેનું ફળ દેવાદિ ગતિ પ્રાપ્ત થઈ તે નથી. દેવાદિ ગતિ જે પ્રાપ્ત થઈ તે ઉપર બતાવેલા, મન, વચન શરીરના શુભ જોગથી થઈ છે; અને અબંધ એવું જે સમ્યકત્વ તથા ચારિત્ર પ્રગટ થયું છે તે કાયમ રહીને ફરી મનુષ્યપણું પામી ફરી તે ભાગને જોડાઈ મોક્ષ થાય છે.
અત્યારે આપણા પરિણામો કેવા છે ? અત્યારે આપણા પરિણામો વિભાવભાવને કારણે અશુદ્ધ છે, મલિન છે, કલુષતાવાળા-રાગદ્વેષ કષાયવાળા પરિણામો છે. જયારે અંશે અનુભવ થાય તેટલા અંશે ચારિત્રની પ્રાપ્તિ કહેવાય અને તેટલા અંશે શુદ્ધ પરિણતિ થાય. સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી તેના મન, વચન, કાયાના યોગનું પ્રવર્તન શુભ હોય છે. સમ્યગુદર્શન પ્રગટ થાય એટલે તેના બધા કર્મો નાશ થઈ જાય અને શરીર છૂટી જાય તેમ બનતું નથી. પણ સમ્યક્ત્વ એકવાર પ્રગટ થયું તેથી હવે તે આત્મા જાણે છે કે કયા ભાવો મને ફાયદાકારક છે અને કયા ભાવો નુકસાનકર્તા છે એટલે કયા ભાવો હેય-છાંડવા યોગ્ય છે તથા ક્યા ભાવો ઉપાદેય-આદરવા યોગ્ય છે. તે આત્મા ૨૪ કલાક સ્વઅનુભવસ્થિતિમાં રહી શકવાનો નથી. તેથી બાકીના સમયમાં તેના યોગનું પ્રવર્તન શુભમાં રાખવા પ્રયત્નશીલ હોય છે.
- તે શુભ જોગથી શુભ એવો બંધ થાય છે. તે બંધને લઈને દેવાદિ ગતિ એવો જે સંસાર તે કરવો પડે છે.
સમ્યક્ત્વ થયા પછી એનું પ્રવર્તન શુભભાવો તરફ હોય છે તેથી તેને શુભ એવો બંધ પડે છે. તે બંધ ઉચ્ચ કોટિના દેવ-વૈમાનિક દેવ તથા આર્યકૂળ સાથેનો મનુષ્યભવ (પુરુષવેદ)નો થાય છે. સમ્યકત્વ પ્રગટ થયા પછી મોક્ષે ન પહોંચે ત્યાં સુધી તેને ૬ પ્રકારના બંધ પડતા નથી એમ શાસ્ત્રમાં કહ્યું છે. તે છ પ્રકારમાં-સ્ત્રીવેદ-૧, નપુસંકવેદ૨, તિર્યંચગતિ-૩, નરકગતિ-૪, અનાર્યકૂળ-૫, માઠીગતિના દેવ-૬.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org