________________
સ્વાધ્યાય સુધી
જ મિથ્યાત્વની પ્રકૃતિનો ક્ષય થાય છે અને ક્ષયોપશમ સમ્યક્ત્વ કે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે. જો સમકિત મોહનીયનો ક્ષય ન થાય તો ક્ષયોપશમ સમ્યક્ત્વ થાય છે અને એનો પણ ક્ષય થઈ જાય તો ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે. ક્ષાયિક સમ્યક્ત્વવાળો એ જ ભવે અથવા ત્રીજા ભવે મોક્ષે જાય છે. સમ્યક્ત્વ પ્રગટ થતાં જ અદ્ભુતદશા પ્રગટે છે. ત્યાંથી આગળ વધતાં ૫,૬,૭ અને ૮માં જઈ બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે. એક સમ્યક્દર્શનની પ્રાપ્તિ થવાથી કેવું અદ્ભૂત કાર્ય થાય છે. તે જ તેનું માહાત્મ્ય છે. (૧૬૧) જીવને નાનામાં નાની પ્રવૃત્તિની નિવૃત્તિ કરવામાં પણ મુશ્કેલી લાગે છે, તો એવી નાની નાની અનંત પ્રવૃત્તિથી મિથ્યાત્વ ગાઢ થયેલું છે. તેની નિવૃત્તિ કરવી કેટલી બધી મુશ્કેલ લાગે પણ મિથ્યાત્વની નિવૃત્તિ થયે જ સમ્યક્દર્શન પ્રગટ થાય છે. (૧૬૭) આની સમજણ ૧૬૮-પાના નં.-૧૬૩ ઉપર જુઓ. (૧૬૮) મુંજનકરણ સિવાયના બધા ગુણકરણમાં ગણાય છે. ગુણકરણ વડે જ જીવ સંસારભાવથી છૂટીને મોક્ષમાર્ગ તરફ જઈ શકે છે અને નિર્વાણને પ્રાપ્ત કરે છે. (૧૮૪) યથાપ્રવૃત્તિકરણ કરવા માટે જરૂરી સમજણ આપી છે. યથાપ્રવૃત્તિકરણ કર્યા બાદ જ જીવ પ્રથમ ગુણસ્થાનક-મિથ્યાત્વ ગુણસ્થાનકમાં આવે છે. અશુદ્ધભાવ એ ગાઢ મિથ્યાત્વ છે તેને મોળુ પાડવા માટે શુભભાવમાં રહેવાથી તે મોળું પડે છે. જ્યારે આમ થાય છે ત્યારે અશુભભાવમાં ઘટાડો થાય છે. શુભભાવમાં વધારો થાય છે. જેથી મિથ્યાત્વ મોળું પડે છે. મિથ્યાત્વ મોળું પડતાં જીવ મિથ્યાત્વ ગુણસ્થાનક (પ્રથમ ગુણસ્થાનક)માં આવે છે. (૧૮૬) ૧૮૪માં જે કહેવામાં આવ્યું છે તેમજ અહીં આગળ કહેવામાં આવ્યું છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ મિથ્યાત્વનો અંશ કષાય હોય છે. તે અંશથી પણ મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનક એટલે અનંતાનુબંધી કષાયની ચોકડી મોળી પડી રહી છે. તેથી મિથ્યાત્વ પણ મોળું થાય છે અને કષાયની મંદતા થઈ રહી હોય છે. (૧૯૯) અનંતાનુબંધી કષાય જ મુખ્યત્વે સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે. તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. (૨૦) કષાયના મુખ્યપણે ચાર ભેદ છે-અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન. તે દરેકના ચાર પ્રકાર-ક્રોધ, માન, માયા, લોભ-એમ ૧૬ પ્રકાર મુખ્યપણે. તેના સહાયક નવ નોકષાય છે. પણ જીવ જેવા પરિણામ કષાયરૂપ કરે તેવા પ્રકારે જીવ સંસાર પરિભ્રમણને માટે કર્મબંધ પાડે છે.
આ ઉપરાંત પત્રાંક-૬૧૩,૬૨૨,૪૭,૪૫૯માં પણ અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ કેવું છે તે સમજાવેલ છે તેના પર સુવિચારણા કરીને તેને ક્ષય કરવાનો પુરુષાર્થ કરવો.‘અસ્તિત્વ’ ગુણનો અહેસાસ હજી સુધી થયો નથી. ‘અસ્તિત્વ’ જણાય તો તે જ સમ્યક્દર્શન છે એમ કહેવાનો ભાવાર્થ છે. (૨૨૦)
Jain Education International
૧૭
For Personal & Private Use Only
www.jainelibrary.org