________________
૧૪
સ્વાધ્યાય સુધા
નિબિડાણું છે. જીવ જયારે ગથિભેદ કરવાનો પુરુષાર્થ કરી રહ્યો હોય ત્યારે મોહનીય તો રાહ જોઈને બેઠું જ છે. થોડી પણ ઘૂસવાની જગ્યા મળતાં, તે પ્રવેશ કરી જાય છે અને પુરુષાર્થને કાં તો અવળા માર્ગે ચડાવી દે છે. અથવા ગ્રંથિ ભેદ થઈ ગયો છે તેવા ભૂલાવામાં નાંખી દે છે. જેની લાંબા સમય સુધી ખબર ન પડવી તે ગ્રંથિનું નિબિડપણું થયું કહેવાય.
જીવ જયારે ગ્રંથિભેદની સાધના કરી રહ્યો હોય છે ત્યારે જીવને શુભભાવ અને સમતાના કારણે લબ્ધિરૂપે કેટલાક ચમત્કારો નજરમાં આવતાં હોવાથી અને માન-કષાયના | લોભી, આ જીવને થોડું પણ નિમિત્ત મળતાં, તેમાં આકર્ષાઈ જાય છે. અને ઉપયોગ તે તરફ જતાં ગ્રંથિભેદનો પુરુષાર્થ મંદ પડી જાય છે આત્મલીનતા ઘટી જાય છે તેથી ગ્રંથિનો ભેદ થવાને બદલે ગ્રંથિ બળવાન બની જાય છે, સંસાર વધી જાય છે. આ ગ્રંથિનું નિબિડપણું છે.
પણ જે શરૂઆતથી જ બળવાન થઈ ગ્રંથિભેદ કરવાનો પુરુષાર્થ કરી રહ્યો છે તે પોતાની પૂરેપૂરી શક્તિનો ઉપયોગ કરી ગ્રંથિભેદ કરી જાય છે. તેને જ અતિ બળવાનપણું કહે છે. જેણે ગ્રંથિ ભેદવાની સમર્થતા કેળવી છે, તેના ભાવમાં ગ્રંથિ નામની કોઈ વસ્તુનો વિકલ્પ નથી. સિદ્ધિ આદિનાં પ્રલોભનો દેખાવા છતાં જે તેમાં ખેંચાતા નથીઆજ અતિબળવાનપણું છે.
અકામ નિર્જરા-તે મોહ રાજાના સૈન્યની ભેદી તાકાત છે અને સકામ નિર્જરા-તે ધર્મરાજાના સૈન્યની ભેદી તાકાત છે. આ બન્ને તાકાત કોઈ જાણભેદુ-સપુરુષ-સિવાય કોઈની સમજણમાં આવે તેમ નથી. માટે આની જાણકારી સપુરુષ પાસેથી મેળવીને જ સંગ્રામ કરવામાં આવે તો જ ગ્રંથિ ભેદી શકાય તેમ છે. પ.ક.દેવ આ વાતને આ પ્રમાણે જણાવે છે.-“જે છૂટવાનો કામી છે તેને કોઈ બાંધી શકે તેમ નથી; અને જે બંધાવાનો કામી છે તેને કોઈ છોડી શકે તેમ નથી.”
- આનો અર્થ એ છે કે-જે મોહરાજાના તાબામાં છે અને તેમને “હાજી હા’ કહે છે, તેને ધર્મરાજા છોડાવી શકતા નથી. અને જે ધર્મરાજાના તાબામાં છે અને તેનાં જ ગુણગાન કરે છે, તેને મોહરાજા છોડાવી શકતા નથી. એટલે કે જેને અંતઃકરણમાં સંસાર જ છે. ઈન્દ્રિયોનું સુખ જ જોઈએ છે, તે ગમે તેટલી મોક્ષમાં જવાની વાતો કરે અને ક્રિયાઓ કરે તો પણ તેને મોક્ષમાર્ગમાં પ્રવેશ મળતો નથી.
પરમાર્થ લક્ષ હિંમત કરવી એટલે કરવાપણાનું અભિમાન છોડી દેવું તે પરમાર્થે સાચી હિંમત છે. પરમાર્થ માર્ગમાં “સમતાને ધારણ કરીને રહેવું તે સાચી હિંમત છે, ગ્રંથિભેદની નજીક જવું, ત્યાં સુધીના પુરુષાર્થને સામાન્ય પુરુષાર્થ કહેવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org