________________
૧૨
સ્વાધ્યાય સુધા
માનવું. જેટલી આંતર ઉપયાગની લીનતા તેટલો બળવાન પુરુષાર્થ જાણવો. અંતર્મુખ લીનતા ઓછી હોય તો તે પ્રબળ બનેલી ગ્રંથિમાં પ્રવેશ કરી શકતો નથી.
સમ્યક્દર્શન થતાં પહેલાં પાંચ લબ્ધિઓ પ્રગટ થાય છે. (દેશના લબ્ધિ, પ્રાયોગ્યલબ્ધિ, કરણલબ્ધિ આદિ). તેમાં ચાર લબ્ધિઓ ગ્રંથિભેદ ન થયો હોય તો પણ થાય છે. પણ પાંચમી કરણ લબ્ધિ તો જેને ગ્રંથિભેદ થવાનો છે, તેને જ થાય છે. તેના પણ ત્રણ ભેદ છે. (૧) અધકરણ (ર) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ. એક જ કરણના ત્રણ ભાગ હોવાથી અને મધ્યભાગ અપૂર્વકરણ હોવાથી ગ્રંથિભેદ કરવામાં અપૂર્વકરણ શબ્દ મુખ્યપણે વપરાય છે. અપૂર્વકરણ એટલે પ્રબળ બનેલી ગ્રંથિને કાબુમાં લેવી અથવા કબજે કરવી. આમ થવા માટે શરૂથી જ પ્રબળ પુરુષાર્થની જરૂર છે. જેણે પ્રથમથી જ પ્રબળ પુરુષાર્થ ઉપાડ્યો છે, તેનું નામ જ અપૂર્વકરણ છે અને તેનું બીજું નામ પ.કૃ.દેવ શ્રીમદ્જીએ અતિ બળવાન થઈ આગળ વધી જાય છે તેમ કહ્યું છે.
જેને આ કરણ લબ્ધિ પ્રગટ થાય તે જ પ્રબળ ગ્રંથિમાં પ્રવેશ કરી શકે છે અને તેને જ ગ્રંથિ પોચી પાડવી કે મોળી પાડવી કહ્યું છે. કારણ કે જે પ્રબળ ગ્રંથિમાં પ્રવેશ કરવા જાય છે, તેમાં મોહનીયના કારણે રૂપાંતર સમજાવવાથી તે ફેંકાઈ જાય છે. તેથી ગ્રંથિનું નિબિડપણું થાય છે. પણ જે પ્રબળ પુરુષાર્થ દ્વારા આગળ વધી જાય છે, તેણે ગ્રંથિ પોચી પાડી કહેવાય છે અને ક્રમે ક્રમે ગ્રંથિમાં આગળ વધી ગ્રંથિ ભેદ કરે છે. ગ્રંથિભેદ ટુકડે ટુકડે થતો નથી જેને થાય છે તેને એક ઝાટકે જ થાય છે અને નથી થતો તો તે પાછો પડે છે.
છતાં હિંમત કરી આગળ વધવા ધારે છે, પણ મોહનીયના કારણથી રૂપાંતર સમજાઈ પોતે ગ્રંથિભેદ કરે છે, તેમ સમજે છે અને ઊલટું તે સમજવારૂપ મોહના કારણથી ગ્રંથિનું નિબિડપણું કરે છે.
હિંમત બે પ્રકારની છે. સાંસારિક કાર્યની અને પારમાર્થિક કાર્યની. સાંસારિક કાર્યમાં હિંમત કરવી એટલે પોતાની તમામ તાકાતને ભેગી કરી એકી સાથે હુમલો કરવો. પણ પારમાર્થિક કાર્યમાં હિંમત ભેગી કરવાનું લક્ષ અને હુમલો કરવાનું લક્ષ, તે જ દિશા ચૂકી જવી તે છે. સાંસારિક હિંમત આવેશયુક્ત હોય છે અને તેમાં પોતાની તાકાતનું ભાન રહેતું નથી. પણ પારમાર્થિક હિંમત એટલે સમભાવ-સમતાને ધારણ કરવી તે છે. માટે હિંમત કરી આગળ વધવું એટલે સમતાભાવને ધારણ કરી આગળ વધવું તે છે. માર્ગ સહજ હોવાથી, તેમાં ઉતાવળ કે આવેશ ચાલતો નથી. જ્યાં બળ વાપરવાનો ભાવ કે જોર કરવાનો ભાવ છે ત્યાં કષાય અને મોહનીયનું બળ વધારે હોવાથી દિશા ચૂકી જવાય છે. પોતે તો એમ જ માને છે કે હું પુરુષાર્થમાં આગળ વધુ છું, પણ સહજતા ચૂકી જવાથી એટલે મોહનીયનું બળ વધવાથી તે ભૂલો પડે છે તેનું ભાન રહેતું નથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org