________________
સ્વાધ્યાય સુધા
૧૧ - યોગાનુયોગ (જોગાનુજોગ) એટલે શું?-કોઈપણ અસ્વાભાવિક રીતે નિમિત્ત પામીને અથવા તેવા નિમિત્તની હાજરીમાં જીવની પોતાના ઉપાદાન તરફ જે દૃષ્ટિ જાય છે, તેવા આંતરદષ્ટિ થવાના નિમિત્ત જો ગનું નામ યોગાનુયોગ છે. અકામ નિર્જરામાં સકામ નિર્જરાના અંશોનું પરિણમન થવું તે યોગાનુયોગ છે. બહિંભાવના નિમિત્ત વખતે સ્વભાવભાવનું પરિણમન થવું તેમ થવાના નિમિત્તના જોગને જોગાનુજોગ કહે છે.
આંતરદષ્ટિ થવા માટે જીવને જે અનુકૂળતા થવી જોઈએ, તેવી અનુકૂળતાના નિમિત્ત જોગને યોગાનુયોગ કહે છે. અથવા બહિદષ્ટિ જીવને આવો યોગ થવાથી ઉપાદાનની જાગૃતિ થતાં, નિમિત્ત ભાવમાં ઉદાસીનતા થવી, તેવા જોગનું નામ યોગાનુયોગ છે. - યોગાનુયોગ એ કાર્ય નથી, પણ તેવા નિમિત્તનો જોગ થતાં, સામે ઉપાદાનમાં તેવો ફરક થાય છે. આવા યોગાનુયોગના જોગ જીવને ઘણી વખત પ્રાપ્ત થયા છે, પણ તેનું મહત્વ ન સમજાતાં અને મોહનીયનું જોર વધારે હોવાથી તેને બળવાન થવાની તક મળતી નથી.
જે નિમિત્તની હાજરી વખતે જ જીવ પોતાની વૃત્તિઓ અંતર્મુખ કરે છે. તે નિમિત્તની હાજરી યોગાનુયોગ છે. યોગાનુયોગ તે સમ્યક્ અંશો પ્રગટ થવાનું એક નિમિત્ત છે. અથવા જે સમયે મિથ્યાત્વના અંશોમાં સમ્યફ અંશો ભળે છે, તે ભળવાની જે યોગ્યતા થઈ છે તે વખતે નિમિત્તની હાજરી તે યોગાનુયોગ કહેવાય છે. માટે ગ્રંથિભેદ કરવા માટે જોગાનુજોગ થવો જરૂરી છે.
અજ્ઞાની જીવને, અનાદિકાળથી અકામ નિર્જરા ચાલુ છે, તેથી અકામ નિર્જરા કરતાં કોઈ વેળા તેમા સકામ નિર્જરાના અંશો ભળે અથવા અકામ નિર્જરાના અંશો પલટાઈ અંતર્મુખ થઈ, સકામ નિર્જરાના અંશોનું કામ કરે તો, તે આશ્ચર્ય કહેવાય. આવો જોગ, આપણી ઈચ્છાથી નથી બની શકતો માટે આને જોગાનુજોગ થયો કહેવાય.
જે નિમિત્તની હાજરીમાં એક ક્ષણ માટે પણ, પોતાની સ્વભાવ પરિણતિ ઉત્પન્ન થાય તેવા નિમિત્ત જો ગને પરમાર્થ લક્ષે યોગાનુયોગ થયો તેમ કહેવાય. અથવા તથાભવ્યત્વનો પરિપાક થયો તેમ કહેવાય અથવા તથાભવ્યત્વની પ્રાપ્તિ તે જ યોગાનુયોગની પ્રાપ્તિ છે તેમ કહેવાય.
અહીં આગળ ગ્રંથિનું એટલું બધું પ્રબળપણું છે કે, તે ગ્રંથિભેદ કરવામાં મોળો પડી જઈ અસમર્થ થઈ પાછો વળે છે.
નિશ્ચયથી જયાં સુધી આંતરદષ્ટિ થઈ નથી ત્યાં સુધી દરેક જીવ માટે ગ્રંથિનું પ્રબળપણું જ છે. ગ્રંથિનું પ્રબળપણું એટલે સંસારના પદાર્થોમાં સુખ બુદ્ધિનું એકત્વપણું જાણવું. જેટલી જેટલી પરપદાર્થો ઉપરની સુખબુદ્ધિ તૂટે તેટલું ગ્રંથિનું પ્રબળપણું ઘટે તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org