________________
સ્વાધ્યાય સુધા
તેનું નામ આગળ વધવું છે. ગ્રંથિ એટલે મિથ્યાત્વને કારણે જ્ઞાનમાં થયેલી ભ્રાંતિ અને વિપરીત માન્યતાની મજબૂત પક્કડ તે ગ્રંથિ. ભેદ પડવો એટલે વિપરીત પક્કડનું છૂટવું. ગેરસમજ દૂર થઈ સવળી સમજણ થવી.
પ.કૃ.દેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે, ‘યોગાનુયોગ’ મળતાં અકામ નિર્જરા કરતાં, જીવ ગ્રંથિભેદની નજીક આવે છે, ત્યારબાદ ગ્રંથિભેદની પ્રબળતા બતાવે છે. તે પ્રબળતામાં જીવને પૂર્વ તૈયારીરૂપે બળવાન પુરુષાર્થ ન હોય તો, ત્યાં જીવ અટકી જાય
અથવા નાસીપાસ થઈ જાય છે. તે સમયે બાજુમાં જ તાકીને ઊભેલું મોહનીયનું બળ તેમાં પ્રવેશ કરી સાચામાં ખોટાની માન્યતા કરાવી, તેને અવળા માર્ગે ચડાવે છે. આ અવળા માર્ગે ચડેલાને મોહનીયના કારણે રૂપાંતર સમજાય છે, અને તેથી જેટલો અવળા માર્ગે આગળ ચાલે તેટલું ગ્રંથિનું નિબિડપણું થયું કહેવાય છે. પણ જે ગ્રંથિભેદ તરફ સીધો જ આગળ વધી જઈ પ્રબળ ગ્રંથિમાં પ્રવેશ કરી પાછો પડતો નથી, તેને ગ્રંથિભેદની ભૂમિકા કહી છે.
2
આ જોગાનુજોગ આશ્ચર્યકારક એટલા માટે છે કે અકામ નિર્જરા કરતાં, કોઈક જીવને યોગાનુયોગ થતાં, પોતામાં સકામ નિર્જરાના અંશો પ્રગટ થવાથી, તેની સમ્યવિચારણા પ્રગટતાં, ભ્રાંતિ-અજ્ઞાન-તુટતાં જાય છે. તેને ગ્રંથિભેદની નજીક જવું કહે છે અને પુરુષાર્થ બળવાન હોય તો ગ્રંથિમાં પ્રવેશ કરી, ગ્રંથિ પોચી કરી, ગ્રંથિભેદ કરી લે છે. આ રીતે સમ્યક્ વિચારણા થવા માટે યોગાનુયોગનું મહત્વ બતાવેલ છે.
ગ્રંથિભેદના પુરુષાર્થનું લક્ષ ચૂકતાં, બહાર ઉપયોગ જતાં, લબ્ધિ અને તેના કારણે લોક પ્રસિદ્ધિનું આકર્ષણ પ્રગટ થતાં, તેમાં ખેંચાઈ જવું અને મૂળમાર્ગનું ભાન ભૂલી જવું, તે મોહનીયના કારણે રૂપાંતર સમજાયું તેમ કહેવાય. તેમાં ખેંચાયા પછી અવળી સમજણ હોવા છતાં, હું ગ્રંથિભેદ કરું છું-તેમ માની તેમાં આગળ વધવું તે ગ્રંથિનું નિબિડપણું કરવારૂપ છે અને અજ્ઞાન તેનું વાસ્તવિક કારણ છે.
જોગાનુજોગ ન મળે તો માત્ર અકામ નિર્જરાથી જીવ ગ્રંથિની નજીક આવે છે પણ ગ્રંથિભેદ સુધી આવી શકતો નથી. પણ જોગાનુજોગ મળવાથી-અકામનિર્જરામાં સકામ નિર્જરાના અંશોનું ભળવાપણું થવાથી અકામ નિર્જરા કરતો જીવ આગળ વધી ગ્રંથિભેદ નજીક આવે છે અને તેના બળવાનપણાથી પ્રબળ ગ્રંથિમાં પ્રવેશ કરી ગ્રંથિ પોચી પાડી, ગ્રંથિભેદ કરી શકે છે.
પ્રબળ ગ્રંથિમાં પ્રવેશ અને ગ્રંથિને પોચી પાડવાના પુરુષાર્થને કરણલબ્ધિમાં પ્રવેશ કર્યો કહેવાય. જેને કરણલબ્ધિ પ્રગટ થઈ છે તેને પ્રથમ દર્શન પરિષહ વેદાય છે. દર્શન પરિષહ એ સમ્યક્દર્શન પહેલાંની સ્થિતિ છે. જેમ કાંઈ બનવાનું હોય અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org