________________
સ્વાધ્યાય સુધા
શકે છે. મોહનીયનું મૂળ બળ તે ગ્રંથિ છે. તેવી ગ્રંથિ નબળી પડે તો મોહનીયનું મૂળ બળ ઘટે અને કષાયો પણ મોળા પડે અને ઘટે. તેથી ગ્રંથિ છેડાય તો જ મોહનીયનું બળ ઘટે અને તેનો ઉપશમ થાય કે ક્ષય થવા માંડે એટલે કે મોહનીયની ઉપશમ થવાની કે ક્ષય થવાની જે પ્રક્રિયા છે તે તો ગ્રંથિભેદના પુરુષાર્થમાં જ સમાયેલી છે.
ગ્રંથિ બે પ્રકારે છે-બાહ્ય અને અત્યંતર. બાહ્ય સુખદુ:ખના પ્રસંગોમાં તે નિમિત્તો ને સુખદુ:ખના જવાબદાર કે કર્તા ગણવાં તે બાહ્ય ગ્રંથિ છે. અને અત્યંતર ગ્રંથિમાં સુખદુઃખના પ્રસંગોમાં આઠ કર્મને કારણે થતા વિપાક-ઉદયના નિમિત્તને સુખદુ:ખના જવાબદાર ગણવા તે અત્યંતર ગ્રંથિ છે. આમ બાહ્ય-અભ્યતર બન્ને ગ્રંથિઓ એક સાથે છેડાય તો ગ્રંથિભેદ થયો કહેવાય અને એના ફળરૂપે સમ્યકદર્શન પ્રગટી જાય.
આ બાહ્ય-અભ્યતર ગ્રંથિ એક ક્ષણ માટે પણ ભૂદાઈ જાય તો તેનું નામ જ ગ્રંથિભેદ છે. તેથી ૫.કૃ.દેવ કહે છે કે-તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના ગુણસ્થાનકે જઈ શકતો નથી.
જોગાનુજોગ મળવાથી અકામ નિર્જરા કરતો જીવ આગળ વધે છે. તે ગ્રંથિભેદ કરવાની નજીક આવે છે.
જો ગાનુજોગ એટલે આશ્ચર્યકારક અને આકસ્મિક રીતે થયેલાં મિલન સમયે જીવ અકામ નિર્જરા તો કરતો જ હોય છે, પણ ગ્રંથિભેદ કરવો હોય તો જોગાનુજોગની મુખ્યપણે જરૂરીયાત રહેલી છે. ગ્રંથિને તોડવા માટે, ઢીલી પાડવા માટે, તેમાં કામ નિર્જરાના અંશો ભળવા જરૂરી છે. સકામ નિર્જરાના અંશો ભળવા એટલે દૃષ્ટિનું અંશે સમ્યક્ પરિણમન થવું અને તેવા સમ્યક્ પરિણમન થવા માટે એવા કોઈ આકસ્મિક વિશિષ્ટ પ્રકારના જોગને પ.કૃ.દેવે જોગાનુજોગ કહ્યો છે જેનાથી અકામ નિર્જરા કરતો જીવ આગળ વધે છે અને ગ્રંથિભેદ નજીક આવે છે અને અતિ બળવાન થઈ ગ્રંથિભેદ કરી શકે છે.
મોક્ષમાર્ગમાં મુખ્યતા તો સકામ નિર્જરાની છે, પણ અકામ નિર્જરાની મુખ્યતા એટલા માટે રાખી છે કે તેમાં સકામ નિર્જરાના અંશો તો માત્ર નામના જ છે. તેથી બળ અકામ નિર્જરાનું જ ચાલે છે. જયાં સુધી સમ્યક્દર્શન થતું નથી, ત્યાં સુધીના તમામ પુરુષાર્થમાં, સમ્યફઅંશો જ કામ કરે છે છતાં અકામ નિર્જરા કરતો એમ કહેવાય છે. આગળ વધવામાં સમ્યફઅંશો જ કામ કરે છે. છતાં અકામ નિર્જરાનું બળ વધારે હોવાથી, સમ્યફઅંશોની મહત્તા ન બતાવતાં, અકામ નિર્જરાનું મહત્વ ચાલુ રાખ્યું છે, પણ કાર્ય તો અકામ નિર્જરા સાથે સકામ નિર્જરાના અંશો ભળવાથી જ થયું છે, એકલું અકામ નિર્જરાથી નહીં.
પરના એકત્વને મોળું પાડવું અથવા પરમાં એકત્ર થવાનું કારણ સમજણમાં આવવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org