________________
૧૦
સ્વાધ્યાય સુધા
પરિણામ ન આવે ત્યાં સુધી તેની આતુરતામાં વ્યાકુળતા થાય છે, તેમ અહીં જીવને વારેવારે, એટલે ક્ષણેક્ષણે સતત ટકેલી એવા પ્રકારની વ્યાકુળતા હોય છે કે શું થશે ? તેની ખબર નથી, પણ તેના પ્રકારમાં “મને આ શું થાય છે ?' હું કોઈ પરિણામથી નજીક છું, પણ શું છે ? તેની સ્પષ્ટતા થતી નથી. હમણાં કોઈ ચમત્કાર થશે, જરૂર કોઈ પરિણામ નજીકમાં છે અને વારે વારે સ્થિરતાનો પ્રયોગ કરવાનો ભાવ થાય છે. સ્થિરતાનો પ્રયોગ આત્મલક્ષે વારેવારે કરવાનો ભાવ થવો, તે દર્શન પરિષદનું મુખ્ય લક્ષણ છે. હમણાં કોઈ સિદ્ધિ પ્રગટશે. હમણાં જે અપ્રત્યક્ષ અને અસ્પષ્ટના કારણે, જે
વ્યાકુળતા છે, તે સ્પષ્ટ થશે, પણ તે સ્પષ્ટતા કેવી હશે, તેનો ખ્યાલ ન આવવાથી જે | વ્યાકુળપણું છે તેનું નામ દર્શન પરિષહ છે. (આકુળતા-વ્યાકુળતા અને વ્યાકુળતાનો તફાવત એ છે કે આકુળતા-વ્યાકુળતા સંસાર લક્ષની હોય છે, ત્યારે વ્યાકુળતા માત્ર પરમાર્થ લક્ષની હોય છે.)
જોગાનુજોગથી દિશાસૂઝ થયા પછી તે દિશા તરફ ગતિ કરવી અને તે માર્ગ ઉપર વિશ્વાસ કરવો, તેનું નામ ગ્રંથિભેદ તરફનું પ્રયાણ છે અથવા આગળ વધવું છે. જેમ જેમ સકામ નિર્જરાના અંશો બળવાન બને છે તેમ તેનું પ્રમાણ વધે છે અને તેમ તેમ તે ગ્રંથિભેદ તરફ આગળ વધતો જાય છે. આ રીતે ગ્રંથિભેદ નજીક આવે છે.
ગ્રંથિભેદની વાસ્તવિકતા એટલે શું ? યોગાનુયોગ મળતાં, અકામ નિર્જરા કરતાં ગ્રંથિભેદમાં આગળ વધવું, નજીક જવું તેને ગ્રંથિભેદ કરવાની પાત્રતા કે ગ્રંથિભેદની નજીક આવ્યો કહેવાય. ત્યારબાદ પ્રબળ ગ્રંથિમાં પ્રવેશ કરવો, ગ્રંથિ પોચી પાડવી તે ગ્રંથિભેદનો પુરુષાર્થ છે. ભેદજ્ઞાનની પૂર્ણતાને ગ્રંથિભેદ કહે છે. અને તેના ક્રમશ: પુરુષાર્થને ગ્રંથિભેદની વાસ્તવિકતા કહે છે. ઘણા જીવો ગ્રંથિભેદની નજીક આવે છે, પણ કોઈક જ જીવ તે પ્રબળ ગ્રંથિમાં પ્રવેશ કરીને તેને પોચી પાડી, ગ્રંથિભેદ કરી શકે છે અને સમ્યક્દર્શનને પામી શકે છે. ગ્રંથિનું સર્વથા તુટવું તે ગ્રંથિભેદ છે, કષાયોને ગ્રંથિ કહી નથી, પણ પરના એકત્વપણાને ગ્રંથિ કહી છે. કષાયોને કારણે પરમાં જે મારાપણું થયું છે એટલે એકત્વપણાથી છૂટવું તેને ગ્રંથિભેદ કહ્યો છે. કષાયો હોવા છતાં ગ્રંથિભેદ થઈ શકે છે પણ ભ્રાંતિ-પરમાં એકત્વ બુદ્ધિ હોય ત્યાં સુધી ગ્રંથિભેદ થયો કહેવાતો નથી.
વૈભવ સામગ્રી હોવી એ ગ્રંથિ નથી, પણ તેમાં એકત્વપણું એ ગ્રંથિ છે. વૈભવ સામગ્રી હોવા છતાં તેમાં એકત્વ ન થવું તે ગ્રંથિભેદ છે. અજ્ઞાનને કારણે વિપરીત માન્યતા તે ગ્રંથિ છે. તે ગ્રંથિ-ભ્રાંતિ ટળતાં એટલે જ્ઞાન થતાં દૂર થાય છે. તેનું નામ ગ્રંથિભેદ થયો એમ કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org