________________
સ્વાધ્યાય સુધા
વિશેષાર્થ :- અનંત કાળથી જીવ સંસારમાં તેની અવળી માન્યતા કે સમજણને કારણે પરિભ્રમણ કરી રહ્યો છે. અજ્ઞાનરૂપ, એક ગાંઠ પડી ગઈ છે, જે ગ્રંથિ છે. આ ગ્રંથિ જયાં સુધી ન છેદાય એટલે કે ગ્રંથિભેદ ન થાય ત્યાં સુધી જીવ મોક્ષમાર્ગમાં પ્રવેશી શકતો નથી. ગ્રંથિ છેદવાનો પુરુષાર્થ-એ સમ્યગ્દર્શનરૂપી ફળને આપનાર છે. પણ સદ્ગુરુની નિશ્રા વગર આ શક્ય બનતું નથી. આ દુષમકાળની અસરના કારણે જીવ દિશા પકડવાને બદલે દિશા બતાવનારને જ વળગી પડે છે ! ખરેખર તો દિશા બતાવનારની આંગળી જોઈ, દિશા તરફ નજર કરવી, એમાં જ સાધકનું શ્રેય-કલ્યાણ સમાયેલું છે. જેને જ્ઞાની સદ્ગુરુની આજ્ઞા સિવાય સત્પુરુષમાંથી સત્ ખેંચતા આવડે છે, તે સત્પુરુષના યમાં પ્રગટેલ “સત્નો વારસદાર છે.
અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ એ ચાર તથા મિથ્યાત્વમોહિની, મિશ્રમોહિની, સમ્યકત્વમોહિની-એ ત્રણે એમ સાત પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યફષ્ટિ થવું સંભવતું નથી. સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે છે તેમ તેમ સમ્યકત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. તત્ત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાનો ફરી ફરીને બોધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દૃષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિઃસંદેહ છે. (વ.પ.ક્ર.-૪૭)
અનાદિ કાળથી આ જીવને પોતાની અનુકૂળતા પ્રત્યેનો ગાઢ રાગ અને પ્રતિકૂળતા પ્રત્યેનો ગાઢ વૈષ છે. આવા પરિણામને જ્ઞાનીઓ ગ્રંથિ કહે છે. પણ મારા નિમિત્ત લક્ષે રાગદ્વેષ થવા તેનું નામ ગ્રંથિ નથી; પણ રાગદ્વેષ સાથે નિમિત્તમાં એકત્વ કરવું, તેના સંયોગે સુખી અને વિયોગે દુઃખીપણું માનવું તેવી વિપરીત શ્રદ્ધાના એકત્વપણાના અત્યંતર પરિણામનું નામ ગ્રંથિ છે. તેથી વિપરીત માન્યતા તે ગ્રંથિ નથી, પણ વિપરીત માન્યતાને દૂર કરવાની કોશિષ કરવા છતાં, તેને સમજાવવા છતાં તે ન સમજે અને હું સમજ્યો છું તે જ સાચું છે.' તેવી વિપરીત માન્યતાની પક્કડ રાખે તેવા અત્યંતર પરિણામ તે ગ્રંથિ છે. કોઈપણ વસ્તુને તથારૂપ સ્વરૂપમાં જોવી તે ગ્રંથિ નથી, પણ તે વસ્તુને પ્રત્યક્ષ જોયા વિના એટલે અનુભવ્યા વિના, માત્ર ઓઘસંજ્ઞા રૂપ શ્રદ્ધાએ તેના ખોટા-સાચાનો અભિપ્રાય આપવો અને તેમાં પોતાની માન્યતાનો એકાંતે આગ્રહ રાખવો અને સામાવાળાને સમજવાનો પ્રયત્ન ન કરવો તેવા અત્યંતર પરિણામનું નામ ગ્રંથિ છે.
મોહનીયની સ્થિતિ એક કોડાકોડ સાગરોપમથી ન્યૂન થતાં ગ્રંથિ ભેદવાની અનુકૂળતા થાય છે. જેમ વૃક્ષ કાપ્યા પછી મૂળને છેદવામાં ન આવે તો તે ફરીથી તેવું જ ઘટાદાર થઈ જાય છે તેમ મોહનીયની સ્થિતિ ઘટી હોય તે વખતે તરતમાં ગ્રંથિ ભેદવાનો પુરુષાર્થ ન થાય તો તેની સ્થિતિ ફરીથી ૭૦ કડાકોડિ સાગરોપમ જેટલી થઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org