________________
સ્વાધ્યાય સુધા
૩૦. જીવ પહેલા ગુણસ્થાનકમાં ગ્રંથિભેદ સુધી અવંતીવાર આવ્યો છે ને ત્યાંથી પાછો વળી ગયો છે.
૧૪૦. ગ્રંથિ પહેલે ગુણસ્થાનકે છે તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસારી જીવી પહોચ્યા નથી. કોઈ જીવ નિર્જરા કરવાથી ઊંચા ભાવે આવતાં, પહેલામાંથી નીકળવા વિચાર કરી, ગ્રંથિભેદની નજીક આવે છે, ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના ઉપર જોર થાય છે કે, ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ જઈ અટકી પડે છે; અને એ પ્રમાણે મોળો થઈ પાછો વળે છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અનંતી વાર આવી જીવ પાછો ફર્યો છે. કોઈ જીવ પ્રબળ પુરુષાર્થ કરી, નિમિત્ત કારણનો જોગ પામી કરેડિયાં કરી ગ્રંથિભેદ કરી, આગળ વધી આવે છે, અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધ્યો કે ચોથામાં આવે છે, અને ચોથામાં આવ્યો કે વહેલોમોડો મોક્ષ થશે, એવી તે જીવને છાપ મળે છે.
૧૪૧. આ ગુણસ્થાનકનું નામ “અવિરતિસમ્યકષ્ટિ' છે, જ્યાં વિરતિપણા વિના સમ્યજ્ઞાન-દર્શન છે.
૧૪૪. સમ્યકત્વ પ્રાપ્ત થયેલ જીવની દશાનું સ્વરૂપ જ જુદું હોય છે. પહેલા ગુણસ્થાનકવાળા જીવની દશાની જે સ્થિતિ અથવા ભાવ છે તેના કરતાં ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત | કરનારની દશાની જે સ્થિતિ અથવા ભાવ તે જુદાં જોવામાં આવે છે, અર્થાત્ જુદી જ દશાનું વર્તન જોવામાં આવે છે.
૧૪૫. પહેલું મોળું કરે તો ચોથે આવે એમ કહેવામાત્ર છે; ચોથે આવવામાં જે વર્તન છે તે વિષય વિચારવાજોગ છે.
૧૫૩. જીવને પોતાનાં ડહાપણ અને મરજી પ્રમાણે ચાલવું એ વાત મનગમતી છે, પણ | તે જીવનું ભૂંડું કરનાર વસ્તુ છે. આ દોષ મટાડવા સારું પ્રથમ તો કોઈને ઉપદેશ દેવાનો નથી, પણ પ્રથમ ઉપદેશ લેવાનો છે, એ જ્ઞાનનો ઉપદેશ છે. જેનામાં રાગદ્વેષ ન હોય, તેવાનો સંગ થયા વિના સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. સમ્યકત્વ આવવાથી-(પ્રાપ્ત થવાથી) જીવ ફરે છે, જીવની દશા ફરે છે; એટલે પ્રતિકૂળ હોય તો અનુકૂળ થાય છે. જિનની પ્રતિમાને | (શાંતપણા માટે) જોવાથી સાતમા ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીની જે શાંત દશા છે તેની પ્રતીતિ થાય છે.
૧૫૬. મિથ્યાત્વપ્રકૃતિ ખપાવ્યા વિના, સમ્યકત્વ આવે નહીં. સમ્યકત્વ પ્રાપ્ત થાય તેની દશા અદ્ભુત વર્તે. ત્યાંથી ૫,૬,૭ અને ૮મે જઈ બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે. એક સમ્યકત્વ પામવાથી કેવું અદ્ભુત કાર્ય બને છે ! આથી સમ્યકત્વની ચમત્કૃતિ અથવા માહાસ્ય કોઈ અંશે સમજી શકાય તેમ છે.
૧૬૧. અલ્પમાં અલ્પ એવી નિવૃત્તિ કરવામાં પણ જીવને ટાઢ વછૂટે છે, તેવી અનંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org