________________
સ્વાધ્યાય સુધા આ પ્રમાણે પ્રતાપી પુરુષ થવાનો માર્ગ સમજીને તેમના જેવા થવા પુરુષાર્થી બનીશું તો સદ્ગુરુના માર્ગદર્શન વડે જરૂર આપણે તેવા બની જઈશું.
પૂર્વકર્મના કારણે જયારે શારીરિક વેદના ઉદયમાં આવે છે ત્યારે તે વેદના કેવી રીતે વેદવી જોઈએ કે જેથી નિરાબાધપણાને પ્રાપ્ત કરી શકાય અને નિરાધાધપણું પ્રગટ થયું હોય તો તેમાં સ્થિરતા ટકી રહે તે માટે પરમકૃપાળુદેવના વચનો વિચારીએ. - યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. કવચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યગ્દષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દૃષ્ટિવાનને પણ જણાય છે....અજ્ઞાનદષ્ટિ જીવો ખેદથી વેદે તોપણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્યદેષ્ટિવાન જીવો શાંતભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી, પણ નવિન કર્મબંધનો હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે. (૯૨૭)
સમ્યક્ પ્રકારે વેદના અહિયાસવારૂપ પરમધર્મ પરમ પુરુષોએ કહ્યો છે. તીક્ષ્ણ વેદના અનુભવતાં સ્વરૂપભ્રંશવૃત્તિ ન થાય એ જ શુદ્ધ ચારિત્રનો માર્ગ છે. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીણ વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે. (૯૩૯)
* * *
વ્યાખ્યાન સાર-૧ ૧. પહેલે ગુણસ્થાનકે ગ્રંથિ છે તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના ગુણસ્થાનકે જઈ શકતો નથી. જોગાનુજોગ મળવાથી અકામનિર્જરા કરતો જીવ આગળ વધે છે, ને ગ્રંથિભેદ કરવાની નજીક આવે છે. અહીં આગળ ગ્રંથિનું એટલું બધું પ્રબલપણું છે કે, તે ગ્રંથિભેદ કરવામાં મોળો પડી જઈ અસમર્થ થઈ જઈ પાછો વળે છે; હિંમત કરી આગળ વધવા ધારે છે; પણ મોહનીયના કારણથી રૂપાંતર સમજાઈ પોતે ગ્રંથિભેદ કરે છે એમ સમજે છે; અને ઊલટું તે સમજવારૂપ મોહના કારણથી ગ્રંથિનું નિબિડાણું કરે છે. તેમાંથી કોઈક જ જીવ જોગાનુજોગ પ્રાપ્ત થયે અકામનિર્જરા કરતાં અતિ બળવાન થઈ તે ગ્રંથિને મોળી પાડી અથવા પોચી કરી આગળ વધી જાય છે. જે અવિરતિસમ્યફદૃષ્ટિનામાં ચોથું ગુણસ્થાનક છે;
જ્યાં મોક્ષમાર્ગની સુપ્રતીતિ થાય છે. આનું બીજું નામ “બોધબીજ' છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે, અર્થાત્ મોક્ષ થવાનું બીજ અહીં રોપાય છે.
૨. આ બોધબીજ ગુણસ્થાનક'-ચોથા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ એકસરખો છે; પરંતુ જ્ઞાનાવરણીય કર્મની નિરાવરણતા અનુસાર જ્ઞાનની | વિશુદ્ધતા ઓછી અદકી હોય છે, તેના પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કહી શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org