________________
સ્વાધ્યાય સુધા ૩. નિરાબાધપણું ક્યારે આવે અને ટકે?
a. પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે અને તેમ થવાથી b. સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે. c. ક્લેશના કારણો જેણે નિર્મૂળ કર્યા છે. d. અનેકાંત દૃષ્ટિયુક્ત એકાંતદષ્ટિને જે સેવા કરે છે.
તે નિરાલાપણાને પામે છે. પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો ક્યારે ફૂટે? પાંચ ઈન્દ્રિયના વિષયોને ભોગવવાથી જ સુખ પ્રાપ્ત થાય એવી માન્યતા સર્વ જીવોની હોય છે. પણ તે ઈન્દ્રિયના વિષયોથી પ્રાપ્ત થતું સુખ ક્ષણિક છે, વળી તે ભાવી દુઃખનું કારણ બને છે એવી સમજણ જયારે જીવને થાય છે ત્યારે તે પાંચ ઈન્દ્રિયના સુખનો ભોગવટો કરવાના ભાવથી, તે પ્રત્યેની આસક્તિ તોડવાના ભાવથી તેમાંથી પાછો ફરે છે. સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે. પ્રથમ સંકલ્પ-વિકલ્પની વ્યાખ્યા જોઈએ. ૧. સંકલ્પ-કોઈ કાર્ય કરવા માટેનો નિર્ણય કરવો. ૨. સંકલ્પ-ઉદયને અનુલક્ષીને જે વિચાર ઊઠવો તે (અહીં આ અર્થ લેવો)
વિકલ્પ-જે સંકલ્પ ઊઠ્યો તેને અનુલક્ષી બીજા નવા વિચારો કરવા તે વિકલ્પ. જયારે પાંચ ઈન્દ્રિયના વિષયો તરફની વૃત્તિ મોળી પડે છે ત્યારે તેને ભોગવવા માટેના સાધનો-પદાર્થોને ભેગા કરવાના વિકલ્પની મંદતા થાય છે. સંસારભાવને અનુલક્ષીને ઊઠતી વૃત્તિઓ શાંત પડે છે અને તેથી ઉદય પ્રમાણે ઊઠતા સંકલ્પોની સાથે વિકલ્પો જોડાતાં નહીં હોવાથી નવીન કર્મબંધ પણ ઘટે છે. c. ક્લેશના કારણો જેણે નિર્મૂળ કર્યા છે :
જ્યાં સુધી ઈન્દ્રિય વિષયને ભોગવવાના ભાવ છે ત્યાં સુધી ક્લેશના કારણો ઊભા રહેવાના છે. જયારે કોઈપણ ઈન્દ્રિય વિષયને ભોગવવાના ભાવ થાય છે ત્યારે જીવ તે મેળવવા પ્રયત્ન કરે છે. જ્યારે તેના પુણ્યોદયે તે તેમાં સફળ થાય તો તે રાગરૂપ કષાય કરે, ગમવાપણાના ભાવ કરે, પોતાનું ધાર્યું થયું હોય તેથી માનરૂપ કષાય પણ કરે. જયારે તે નથી મળતાં તો બ્રેષ-અણગમાના ભાવ વ્યક્ત કરી, ક્રોધરૂપ કષાય ભાવમાં રાચે છે. આમ જયાં સુધી વિષયાસક્તિ છે ત્યાં સુધી ક્લેશકષાય છે પણ જેમ જેમ તે ભાવોથી પર થવાય છે અને વિરક્તતા પ્રગટે છે તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org