Book Title: Swadhyaya Sudha Author(s): Rasikbhai T Shah Publisher: Raj Saubhag Satsang Mandal Sayla View full book textPage 9
________________ દેખાડ્યું નહિ અને સુખને છલકાવ્યું નહિ એવું આનંદમય જીવન જીવી ગયા. આંગણે આવેલ અતિથિનો પ્રેમથી સત્કાર કરતા, પછી તે સંબંધી હોય કે અજાણ્યા. નિર્ધનને પણ આદરપૂર્વક વધાવતા અને તેમની જરૂરિયાત પ્રમાણે તન, મન અને ધનથી બનતી સેવા બજાવતા. આવા સગુણોથી ભરપૂર માતાપિતાની છત્રછાયા નીચે ઊછરેલ મહેન્દ્રભાઈને બચપણથી સત્ય, દયા, વિવેક, વિનય, હિંમત, ભક્તિ, વાત્સલ્યતા, સેવાભાવના, લાગણીશીલતા, માયાળુતા, પ્રેમાળ સ્વભાવ જેવા સુસંસ્કારોનો વારસો મળેલ. જે તેમણે પોતાના વ્યવહારુ જીવનમાં વણી લીધેલ. એમના પરિચયમાં આવેલ દરેક વ્યક્તિનો આ અનુભવ છે. ભણવામાં કુશળ, નાઈરોબી “A' Levels સુધીનો અભ્યાસ પૂરો કરી આગળ અભ્યાસ માટે પિતાએ લંડન ભણવા મોકલ્યા. પણ કુદરતને કંઈ જુદું જ મંજૂર હતું. લંડન જતાંની સાથે પિતાશ્રીનું અવસાન થયું. યુવાન વયે કુટુંબની જવાબદારી માથે આવી એટલે લંડન છોડી નાઈરોબી પાછા ફર્યા. પિતાજીના વ્યવસાયમાં જોડાઈ આગળનો અભ્યાસ પૂરો કર્યો અને B.A. Degree મેળવેલ. સંસારતાપની વચ્ચે રહી કુટુંબમાં શીતળતા લહેરાવી માતા અને નાનાં ભાઈ-બહેનોને ક્યાંય ઓછપ આવવા ના દીધી, એવું તેમનું વાત્સલ્ય. આ જ બતાવે છે કે નાની ઉંમરથી જ તેમનામાં સમર્પણ ભાવ ખીલેલ હતો. સ્નેહાળ અને મળતાવડા સ્વભાવથી સૌનાં દિલ જીતી લેતા. એમની હાજરીમાં દુઃખી જીવ પણ પોતાનું દુઃખ ક્ષણવાર માટે ભૂલી જતો અને ઉલ્લાસ પામતો. સદા હસમુખો ચહેરો અને લાગણીથી ભરપૂર, તે જયાં જાય ત્યાં પ્રેમનાં અને આનંદનાં ફૂલો પાથરતા. વિશાળતા તો કેવી કે નાના-મોટા, અમીર-ગરીબ, નાત-જાતના ભેદ વગર સહુને એકસરખું સન્માન આપતા. નોકરો સાથે પણ કુટુંબીજનો જેવો વ્યવહાર, સેવાભાવી જીવ એટલે જરૂરિયાતવાળાઓની જરૂરત પૂરી પાડતા. આંગણે આવેલ કોઈને નિરાશ ન કરતા. ભૂખ્યાને અન્ન આપતા, ખાલી હાથે આવે તેને ભરેલા હાથે પાછા વાળે. તેમનું આચરણ જ બતાવે છે કે પૂર્વ ભવમાં જ સુસંસ્કારોનું બીજ રોપાયેલ, આ માર્ગમાં આવી તે ગુણોને વિકસાવવા વેગ મળ્યો. સતગુરુની આજ્ઞાનું પાલન કરી પોતાના આત્માનું કલ્યાણ કરી ગયા, કૅન્સર જેવી ભયાનક બિમારીના સમયે પણ હસતું મુખડું રાખી દેહના દર્દને આવકારતા. ધર્મને આચરણમાં મૂકી સૌને ધર્મનો મર્મ સમજાવી ગયા. અંત સમયે ગુરુની સાથે વાત કરી પછી પોતામાં સમાઈ ગયા. એ સમયની તેમની પ્રફુલ્લતા અને હસતું મુખડું તો આજે પણ નજર સામે તરે છે. અમે ભાગ્યશાળી કે આવા ચમકતા સિતારા સાથે અમારો યોગ થયેલ. સંયમના ગુણોની મહેક આજે પણ અમારા પરિવારમાં પ્રસરી રહી છે. આપનામાં રહેલા આ સગુણો અમારામાં પણ વિકસે અને આપ જ્યાં હો ત્યાં મોક્ષમાર્ગના સોપાને આગળ વધી ધ્યેય સુધી જલદી પહોંચો એવી અમારા અંતરની અભ્યર્થના સહ. અમૃતબેન લાલજીભાઈ દોઢીયા પરિવારના આત્મભાવે વંદન. લિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 242