________________
સ્વાધ્યાય સુધા
|| ૐ ||
પત્રક - 60 નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે; સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે; પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે; ક્લેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યા છે; અનેકાંત | દૃષ્ટિયુક્ત એકાંતદષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરૂષ જ્યવાન વર્તો.
આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ.
૧. નિરાબાધપણું તે શું ? ૨. તે પ્રમાણે મનોવૃત્તિ વહ્યા કરવી તે કેવી રીતે ? ૩. તે નિરાબાધપણું ક્યારે આવે અને ટકે ? ૧. નિરાલાપણાનો સામાન્ય અર્થ-બાધા ન પહોંચાડી શકાય એવી દશા.
નિરાલાપણાની વ્યાખ્યા :- હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જયાં જયાં જાય છે ત્યાં તેને સમાધિ જ છે. તેને વિશેષતાથી સમજવાનો પ્રયત્ન કરીએ.
જગતના જીવોને જે સંસારના પ્રસંગોમાં માહાત્મય વર્તે છે, જેમાં તેમને હર્ષ, આનંદ અને ખુશી વેદાય છે અને તે સર્વ પ્રસંગો, પદાર્થોમાં જેની વૃત્તિ સ્કૂલના પામતી નથી, ત્યાં સુખ માનીને રોકાઈ જતી નથી, તેનાથી ઉપર ઊઠી તેની વૃત્તિ અંતર આનંદમાં સ્થિર છે અને માત્ર બાહ્ય પ્રતિભાસ પ્રત્યે જેનું મન ઉપરને ઉપર તરતું રહે છે તે નિરાબાધપણું છે.
કર્મનો વિપાક થતાં જ્યાં અશુભ ઉદય આવતાં જગતના જીવોના મન તે દુઃખને દૂર કરવાના પ્રયત્નમાં લાગેલા રહે છે, તેઓનું મન તેમાં જ ચોટેલું રહે છે અને તે આધિ-વ્યાધિ કે ઉપાધિરૂપ વેદનમાં આકુળ વ્યાકુળ બને છે તેવા પ્રસંગોમાં પણ જેનું મન વ્યાધિ કે દુઃખથી ક્ષોભ પામતું નથી, કેવળ શાંતદશામાં વર્તે છે, નિરાકુળ
રહે છે તે નિરાબાધપણું છે. ૨. નિરાબાધપણે મનોવૃત્તિ વહ્યા કરવી તે કેવી રીતે ?
સર્વ જીવો કર્મબંધનથી બંધાયેલા છે અને તેથી જે પ્રમાણે કર્મનો ઉદય આવે તે પ્રમાણે જીવોની મનોવૃત્તિ સતતપણે આર્તધ્યાનરૂપ થતી હોય છે પણ તે ઉદયને અનુલક્ષીને જે જે પરિસ્થિતિ જીવનમાં નિર્માણ થતી હોય છે તે દરેક પરિસ્થિતિમાં મન તેમાં ન જોડાતા અંતરમાં પ્રગટેલ જે આનંદ તેની સાથે સતતપણે વહ્યા કરે તેવી મનોવૃત્તિ નિરાબાધપણામાં રહેલ છે તેમ કહી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org