Book Title: Swadhyaya Sudha Author(s): Rasikbhai T Shah Publisher: Raj Saubhag Satsang Mandal Sayla View full book textPage 8
________________ ( પ્રસ્તાવતા)) વ્યાખ્યાન સાર-૧ અને વ્યાખ્યાન સાર-રમાં મુખ્યત્વે ગ્રંથિભેદ શું છે ? તે કેમ થાય ? તેમજ કર્મ સિદ્ધાંતનું મુખ્યત્વે વર્ણન છે. અને તે પણ સંક્ષેપમાં હોવાથી સાધકને સમજવામાં મુશ્કેલી પડે છે. તેથી લંડનના મુમુક્ષુઓ તરફથી તેનું વિવેચન તથા પત્રાંક-૮૦નું વિવેચન કરીને છપાવવા માટે ૫.પૂ.ભાઈશ્રીને વિનંતી કરવામાં આવી હતી. આ વિનંતી મુખ્યત્વે આ શોભનાબેન દોઢીયાએ પ.પૂ.ભાઈશ્રી પાસે રજૂ કરેલ અને તે કામ કરવા માટે પ.પૂ.ભાઈશ્રીએ બ્ર.નિ.રસિકભાઈને કહ્યું. તે વિવેચન તૈયાર થતાં તેને વાંચવા માટે અને સૂચનો આપવા માટે પ.પૂ.ભાઈશ્રીને આપવામાં આવ્યું. તેઓશ્રીએ બ્ર.નિ. મિનળબેનને તે વાંચી સૂચના આપવા કહ્યું તેમજ આ પરિમલ કે. બંધારને પણ વાંચીને સૂચન માટે આપવામાં આવ્યું. તેઓ બંને પાસેથી સૂચનો આવી જતાં તે પ્રમાણે જરૂરી સુધારો કરવામાં આવ્યો. આ પુસ્તક આધ્યાત્મિક સાધકો પોતાની સાધનામાં ઉપયોગ કરી શકે તે અર્થે છપાવવામાં આવી રહ્યું છે. આ પુસ્તકને મુમુક્ષુઓ સુધી પહોંચાડવા માટે આર્થિક સહાય સ્વ. અમૃતબેન લાલજીભાઈ દોઢીયા પરિવાર તરફથી આપવામાં આવી છે. જયાં જયાં શાસ્ત્રીય આધારની જરૂરિયાત જણાઈ ત્યાં ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ પ.પૂ.બાપુજીના સ્વાધ્યાય તથા પૂ.ભાઈશ્રીના સ્વાધ્યાયની નોટ એક સાધકે તૈયાર કરેલ તેનો પણ આધાર લેવામાં આવેલ છે. શાસ્ત્ર વિરુદ્ધ કે જ્ઞાનીઓના ઉપદેશથી વિપરીત લખાયું હોય તો છબસ્થતાને લીધે તે થયું ગણી ક્ષમ્ય ગણશો. આ પુસ્તક જેમણે આધ્યાત્મિક સાધનાના માર્ગ ઉપર ચઢાવ્યા તેવા પ.પૂ.બાપુજી (શ્રી લાડકચંદ માણેકચંદ વોરા)નાં ચરણકમળમાં અર્પિત કરીએ છીએ. તેમજ પ.પૂ.ભાઈશ્રીએ પણ આ પુસ્તક વિવેચનરૂપે છપાવવાની આજ્ઞા આપી તે માટે તેમના અમે ખૂબ ખૂબ ઋણી છીએ. જે માતા-પિતા-ભાઈના સથવારે અમે ધર્મમાં આગળ વધ્યા તેમને યાદ કરવા જ રહ્યા. આ પુસ્તકરૂપે અમારી શ્રદ્ધાંજલિ એમને અર્પીએ છીએ. જે માતાપિતાએ છેલ્લા શ્વાસ સુધી ધર્મમય જીવન જીવી, સંસારની ફરજો નિભાવી, સુસંસ્કારોનું સિંચન કરી અમારું ઘડતર કર્યું અને ધર્મનો પાયો મજબૂત કરવામાં સહાયરૂપ બન્યા, એવા માતાપિતાનું ઋણ ચૂકવવા માટે તેમના માટે ગમે તેટલું કરીએ તે પણ ઓછું જ પડે. ભૂલો ભલે બીજું બધું, પણ મા-બાપને ભૂલશો નહિ, અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ. આવાં વડીલ માતુશ્રી અમૃતબેન, પિતાશ્રી લાલજીભાઈ અને આત્માર્થી ભાઈ મહેન્દ્રભાઈને આ શ્રદ્ધાંજલી આપતાં અમારું લ્કય પ્રસન્નતા અનુભવી રહ્યું છે. માતા અને પિતા બન્ને ખૂબ જ માયાળુ, સરળ સ્વભાવી અને મહેનતુ સજ્જન હતા. દુઃખને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 242