Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૧૦-૩૪
લેવા માગે તો ન અપાય. “આવો, બેસો, પાણી લો,’ એટલા પૂરતું થાય એ સામાન્ય સત્કાર કહેવાય. અજાણ્યાને પણ તેવો સત્કાર કરાય છે. તેવી રીતે મહાજન પહેલાં આદરને પાત્ર, પછી અવગુણ દેખાય તો છોડવા યોગ્ય. એ મુજબ જ્યાં વેષ દેખો ત્યાં પહેલાં સામાન્ય સત્કાર કરો; પછી વધારે ગુણો માલુમ પડે તો વધારે આદર કરો, અવગુણ દેખાય તો છોડો. અવગુણ તરીકે દેખ્યા હોય તો ઉપેક્ષા. મહાવ્રતની બાહ્ય પ્રવૃત્તિમાં ગોટાળો લાગે તો છોડો. સાધુ કે શ્રાવક ગમે તે હોય, નિયમ આ. એક મનુષ્ય ઝવેરી બનવા માગે પણ મોતી તથા હીરા જાણવાની શક્તિ ધરાવતો ન હોય તો એ ઝવેરી બની શકે નહિ તેમ સમ્યકત્વવાળો ધર્મ લેવો છે, અને પરીક્ષા કરવાની તેવી શક્તિ ન આવે તો એ સમ્યકત્વ ન કહેવાય. ગુણ અવગુણની તપાસ ન કરી શકીએ, દેવ કુદેવના સ્વરૂપને ન જાણી શકીએ તો શું કામ લાગે ? વેષવાળાને બરાબર ગુણી જાણ્યો હોય, તો ગુણી માનવાનો જ. ગુણ-અવગુણ કશું માલુમ ન હોય તો વેષના આધારે ગુણી માની લેવો પડે. રાજા શ્રેણિકના રાજ્ય અમલની છાયા પણ કેવી ?
શ્રેણિક મહારાજાએ વેષની કિંમત કઈ કરી? માત્ર વેષની ખાતર, આખા કુટુંબ તથા રાજનીતિથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા પોતે તૈયાર થયા. મેતાર્યમુનિ સોનીને ત્યાં ગોચરી ગયા. સોની ઘરમાં ગયો, અહીં પંખી સોનાના જવલા ચરી ગયો, આ ઉપરથી જવલા ન જોવાથી સોનીએ મુનિને ચોર માન્યા કેમકે જવલા ગુમ થવાનું બીજું કોઈ કારણ દેખાતું નથી; તેથી સોનીએ મુનિને ચામડાની લીલી વાધરડીથી બાંધ્યા. મુનિ તો અંતકૃત કેવળી થઈ કાળધર્મ પામ્યા. દેહ પડ્યો, ધબકારે ક્રૌંચ પક્ષી ઝબક્યો, અને જવલા બહાર કાઢ્યા. હવે સોની ડર્યો. મુનિહત્યાથી ડર્યો એ વાત ખરી પણ અંતઃકરણના ડર કરતાં બીજાં રૂપે વધારે ડર્યો છે. રાજા શ્રેણિક જાણશે તો પોતાને તથા પોતાના આખા કુટુંબને અવળી ઘાણીએ પીલી નાખશે. આ ભયથી એ સોની ડર્યો. રાજા શ્રેણિક મુનિવેષધારીની ભક્તિ કેવી કરતા હશે, તેમને ઉપદ્રવો ન થાય તેટલા માટે કેવો પ્રયત્ન રાખતા હશે તે વિચારો. આવી છાયા ક્યારે પડે ? તમારો પોતાનો આદર સાધુ તરફ જેવો હોય તેવો નોકર કે છોકરાનો હોય. આ સોનીએ ગુહો તો ખાનગીમાં એટલે પોતાના ઘરના વાડામાં ર્યો હતો. મુનિને પોતાના મકાનમાં વાધરડીથી બાંધ્યા હતા, ત્યાં મુનિનું મોત થયું હતું. કોઈની તાકાત નથી કે આવો ગુન્હો પણ ખાનગી રાખી શકે એવી તો રાજ્યની છાયા હતી. એને ખાત્રી હતી કે ગમે તેટલું છુપાવ્યા છતાં રાજા શ્રેણિક આ ગુન્હો પકડ્યા સિવાય રહે તેમ નથી. સત્તાના ગુન્હા અને પ્રજાના ગુન્હા પકડવામાં ફરક છે. સત્તાના ગુન્હા પકડવામાં રાજ્ય કેટલી ચીવટ રાખે ! ધન, માલ, મિલકત, રાજ્ય વગેરે તમામને રાજા શ્રેણિક ધર્મના એક છાંટાથીયે હલકું માને છે. આ સોની મુનિને નકામા માર્યાનું