Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
,
,
,
,
,
,
,
,
,
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૧૦-૩૪ ચોક્સી કહે છેઃ- છે તો સાવ ચોખા સોનાની પણ પૈસે તોલા લેખે લઈશ, તારા સોનાનો ભાવ એ.' સાર્થવાહ ચોક્સીના સોનાનો ભાવ પૂછે છે તો “પચીશ રૂપીએ તોલો' એ ભાવ કહે છે, એ જ રીતિએ આ જીવ પોતાના ક્ષણિક સુખને માટે પારકા જીવના જીવનના નાશની દરકાર કરતો નથી, સંખ્યાતા કે અસંખ્યાતા જીવોનો નાશ થઈ જાય એની પરવા ધરાવતો નથી. પોતાના જીવનનિર્વાહ માટે બીજા આત્માઓના મરણ કરતાં પણ અચકાતો નથી. આથી પોતાના આત્માને પચીશ રૂપિયાના ભાવમાં ગણે છે. પારકાના આત્માને પૈસાની કિંમતનો ગણે છે. આ કિંમત કરાવનાર સ્વાર્થ સાધનારી એક દલાલણ છે. ગુલામ કોણ છે?
વેપારીને માલ રાખવામાં જોખમ ખેડવાનું, ગ્રાહકને પણ રૂપિયા ગણવા પડે એ જોખમ, પણ દલાલને શું જોખમ ? કાંઈ નહિ. દલાલને તો સીધેસીધો માલ એક ઠેકાણેથી લઈ બીજે ઠેકાણે આપી દેવાનો. તેવી રીતે આ દલાલણે એવો જ ધંધો રાખ્યો છે. કેટલા મણ ઘીએ આ જીભ ચીકટી (ચીકણી) થાય ? સેંકડો મણ ઘી પાઓ તોએ જ્યારે ને ત્યારે લુખ્ખી જ. એ તો હજમ કર્યે જ જાય. જીભને ના કહેવાનું કોઈ કારણ નથી. એક જીહેન્દ્રિય આપણને કેવી ગુલામીમાં રાખે છે ? આપણા હુકમમાં એ ચાલે તો તો એ ગુલામ, પણ એના હુકમમાં આપણે ચાલીએ તો ગુલામ કોણ ? આપણે જ ! આપણે જીભને પૂછીએ છીએ કે શું ભાવે છે ? આનો અર્થ શો ? ફલાણું ભાવે અને ઢીકણું ન ભાવે એ કોનો હુકમ ? રસનાનું સામ્રાજ્ય કેટલું જામ્યું છે એનો વિચાર ક્યારે કર્યો ? કદી કર્યો ? શાક કે ગળપણ રોજ ખાવાની આદત (ટેવ) પડી ગઈ તેથી એક દિવસ ન મળે તો ખાવાનું ભાવે નહિ, અરે ગળે ઉતરે નહિ તો વિચારો કે રસનાની કેટલી ગુલામી ? ઇંદ્રિય ઉપર આપણી જરા પણ માલિકી છે ? “નહિ બસ! આમ જ કરવું પડશે!” એવું દબાણ આપણે ઇંદ્રિયો પર કરી શક્યા ? વિચારો કે આપણે ઇંદ્રિયોના માલિક કે ઇંદ્રિયોની માલિકીમાં આપણે ? ખરેખર! માલિકી તો ઇંદ્રિયો ભોગવી રહી છે. નિર્ણય કરવો હોય તો જરા તપાસી જોજો ! ઇંદ્રિયનો હુકમ છૂટ્યો કે આત્મા એ તરફ વળ્યો જ છે, ચાલ્યો જ છે, ધસ્યો જ છે. રસનાને જરા મરજી થઈ કે જીવ એ તરફ ઝુક્યો જ છે. જેમ ઇરાનમાં રશિયા અને ઇંગ્લડે છૂપી માલિકી કરી, ત્યાંના રાજ્યને ખબર પણ પડવા દીધી નહિ અને દક્ષિણ ઉત્તરના ભાગ વહેંચી લીધા. આત્માને ખ્યાલ ન રહેતો હોય એ વાત જુદી પણ અહીં તો આત્માની સહી થાય છે. આત્મા પર ઈદ્રિયો પોતાની સત્તા જમાવે છે અને ત્યાં આત્મા પોતે સહી કરે છે. જો પોતે અજાણ હોય તો “આજ અમુક ખાવું છે' એમ કહી શકે નહિ. “અમુક ખાવું' એવું મન કોણ કરાવે છે ? સ્વતંત્રપણે આત્મામાં દેખીએ તો ખાવા સંબંધી વિચાર કરવાનો નથી. એ વિચાર રસનેંદ્રિય