Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૧૦-૩૪
,
,
-
,
,
,
,
,
,
ધારકતઅમોલ
ગામમાઘદેશના
આગમૉદધારા
(દેશનાકાર
'
'
જો
કે, આ
જ
હે
ર
%
$
માજીક
છે
કે
સદષ્ટક.
धर्मो मंगलमुत्कृष्टं, धर्मः स्वर्गापवर्गदः। धर्मः संसारकान्तारोल्लंघने मार्गदेशकः ॥१॥ પ્રયત્ન છતાં પરિણામ કેમ નહિ ?
શાસ્ત્રકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોને ઉપકાર માટે, આ જીવ અનાદિકાલથી કઈ આશાએ રખડ્યો એ વાત ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા. ચાહે તો એકેંદ્રિયનો કે પંચંદ્રિયનો હોય, કદી પણ આ જીવ પ્રયત્ન કર્યા વગર રહ્યો નથી. પ્રયત્ન વગર સાધ્યસિદ્ધિ ન થાય. આ જીવે કોઈપણ ભવ પ્રયત્ન વગરનો રાખ્યો નથી. પ્રયત્ન બે પ્રકારના છે. એક પ્રયત્ન ફાયદો કરે, બીજો નુકશાન કરે. પ્રયત્ન ર્યા છતાં સાધ્ય ન રહે તો બમણો ગોટાળો થાય. આ જીવે દરેક ભવમાં કરેલો પ્રયત્ન સાધ્ય વગરનો હોય તો સાધ્ય સિદ્ધ ન થાય એ દેખીતું છે. આ જીવ કાયમ સુખની ઈચ્છાવાળો તથા દુઃખ પ્રત્યે દ્વેષવાળો છતાં, એ માટે પ્રયત્ન કરવા છતાં, તે પોતાનું સાધ્ય કેમ પામી શક્યો નહિ? બીજાઓ પોતાના આત્માને સર્વની માફક દેખે એટલે શું ? શ્રી હેમચંદ્રસૂરિજીએ તે ફેરવી નાંખ્યું. શું પોતે રોગી હોય માટે જગતને રોગી ગણી લેવું ? સરખાપણું કર્યું ? દરેકને સુખ વહાલું છે, દુઃખ અળખામણું છે એ વાતમાં સરખાપણું છે ક્યાં ? ઈમાનદારી (પ્રમાણિકતા) આ જીવને આવી જ નહિ. પોતાના અને પારકા આત્માને સ્વરૂપે સરખો જ જાણે માને તેજ ધર્મ સમજ્યો ગણાય. ચોક્સી પોતાના કે પારકા સોનાની પરીક્ષા સરખી રીતે જ અને સરખી કિંમતે કરે. પોતાના સોનાને સોનું ગણે, પારકા સોનાની કથીર જેટલી પણ કિંમત ન ગણે તે ચોક્સી નથી. એક સાર્થવાહ વેપાર માટે દૂરદેશાંતરે ગયો. ત્યાં પોતાની પાસે રોકડ ખૂટવાથી પોતાની વીંટી વેચવા ગયો. વીંટી સોનાની છતાં એ દસ તોલાની વીંટીની કિંમત એ ચોક્સીએ દસ પૈસા કરી. વેપારી (સાર્થવાહ) ચોંક્યો અને પૂછવા લાગ્યો કે-“શું આ વીંટી સોનાની નથી?