________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૭
(૩) પ્રમાદ– ભૂલી જવું, ધાર્મિક અનુષ્ઠાનોમાં ઉત્સાહનો અભાવ, આર્તધ્યાન, રૌદ્રધ્યાન (અશુભ વિચાર) તથા એનાથી થતી પ્રવૃત્તિ વગેરે પ્રમાદ છે. શાસ્ત્રોમાં મદ્ય (મદ અથવા માદક આહાર), વિષય (ઇંદ્રિયના સ્પર્શ આદિ પાંચ વિષયો), કષાય (ક્રોધાદિ ચાર), નિદ્રા અને (સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા, રાજકથા એ ચાર) વિકથા એમ પાંચ પ્રકારનો પ્રમાદ બતાવવામાં આવ્યો છે. પ્રકારાંતરથી આઠ પ્રકારનો પણ પ્રમાદ બતાવવામાં આવ્યો છે. અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ (ભૂલી જવું વગેરે) ધર્મને વિશે અનાદર અને યોગોનું દુપ્પણિધાન (અયોગ્ય પ્રવૃત્તિ) એ આઠ પ્રકારનો પ્રમાદ છે.
(૪) કષાય- ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયો છે. (૫) યોગ– મન, વચન, કાય એ ત્રણ પ્રકારનો યોગ છે. કર્મ જ્ઞાનાવરણ વગેરે આઠ પ્રકારનું છે. (૯) तथा चाहपढमं नाणावरणं, बीयं पुण होइ सणावरणं । तइयं च वेयणीयं, तहा चउत्थं च मोहणियं ॥ १० ॥ [प्रथमं ज्ञानावरणं द्वितीयं पुनर्भवति दर्शनावरणम् । તૃતીયં ૨ વેનીયું તથા વતુર્થ મોહનીયમ્ | ૨૦ I]
प्रथममाद्यं ज्ञानावरणं आवियतेऽनेनावृणोतीति वावरणं, ज्ञानस्यावरणं ज्ञानावरणं, ज्ञानं मतिज्ञानादि । द्वितीयं पुनर्भवति दर्शनावरणं पुनःशब्दो विशेषणार्थः सामान्यावबोधावारकत्वात्, दर्शनं चक्षुर्दर्शनादि । तृतीयं च वेदनीयं सातासातरूपेण वेद्यत इति वेदनीयं रूढशब्दात्पङ्कजादिवत् । तथा चतुर्थं कर्म किं अत आह-मोहनीयं मोहयतीति मोहनीयं मिथ्यात्वादिरूपत्वादिति ॥ १० ॥
આઠ પ્રકારના કર્મને જ કહે છે–
ગાથાર્થ– પહેલું જ્ઞાનાવરણ, બીજું દર્શનાવરણ, ત્રીજું વેદનીય અને ચોથું મોહનીય કર્મ છે.
જ્ઞાનાવરણ– જે કર્મથી જ્ઞાન આવરાય ઢંકાય, અથવા જે જ્ઞાનને આવરે=ઢાંકે, તે જ્ઞાનાવરણ. જ્ઞાન મતિજ્ઞાન વગેરે પાંચ છે. દર્શનાવરણ– મૂળ ગાથામાં પુનઃ શબ્દ વિશેષ અર્થ બતાવવા છે.