________________
ક્રિયાઓ કરવા છતાં તેમનું જીવન ઈશ્વરપ્રાપ્તિ માટે અનુકૂળ કે અનુરૂપ બનતું નથી. તેનું કારણ એ છે કે તેઓ આ વિભિન્ન ક્રિયાઓને ઈશ્વરપ્રાપ્તિમાં સહાયક સમજવાને બદલે તેને મૂળ સાધન અને ક્યારેક તો સાધ્ય સમજે છે. વાસ્તવમાં આ બધી ક્રિયાઓ તો મોક્ષપ્રાપ્તિમાં સહાયક
છે.
જેમ ગાઢ અંધકારમાં ચાલનારા યાત્રી માટે પ્રકાશ સહાયક બને છે, તે પ્રકાશ પછી બૅટરીનો હોય, ફાનસનો હોય કે દીપકનો પણ હોઈ શકે. જો કોઈ પ્રકાશના ભિન્નભિન્ન પ્રકાર માટે લડતા-ઝઘડતા રહે, તો પોતાના ધ્યેય સુધી પહોંચી શકતા નથી, ત્યાં જ અટકી જાય છે. આ રીતે સાધકો જુદાજુદા ક્રિયાકાંડોના પ્રકારો જોઈને તેમાં જ મૂંઝાઈ જાય છે. જો એમાંથી કોઈ એક પ્રકારના ક્રિયાકાંડને ગ્રહણ કરીને આગળ વધે નહીં તો તેમની પરમાત્માપ્રાપ્તિની યાત્રા ત્યાં જ સ્થગિત થઈ જશે. જૈનદર્શનમાં સ્પષ્ટપણે કહ્યું છે
‘સમ્યવર્ણન-જ્ઞાનવારિત્રાણિ મોક્ષમાર્ગ' । તત્ત્વાર્થસૂત્ર 9/9
‘સમ્યક્ શ્રદ્ધા, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર આ ત્રણેય મળીને મોક્ષનો માર્ગ બને છે. અર્થાત્ આ ત્રણેય પરમાત્મા સુધી પહોંચવાનાં સાધન છે.’
1
આનો અર્થ એ છે કે જ્યારે મનુષ્યની શ્રદ્ધા પરમાત્મતત્ત્વ પર, કલ્યાણના માર્ગ પર, સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિ વ્રતો અને નિયમો તેમ જ ક્ષમા, દયા આદિ ધર્મતત્ત્વો પર દૃઢ થઈ જાય છે, તે પછી ગમે તેટલાં સંકટો આવી પડે, ગમે તેટલાં પ્રલોભનો કે ભય આવે, તેમ છતાં પણ આ કલ્યાણકારી તત્ત્વો પરથી શ્રદ્ધા ન ડગે અને કલ્યાણના આ માર્ગનું સાચું જ્ઞાન હોય એટલે કે તેના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય, તેનું પાલન કરવામાં આવતાં વિઘ્નો, મૂંઝવણો તથા તેનું નિરાકરણ કરવાના ઉપાયની પૂરેપૂરી જાણકારી હોય, વળી અગાઉ કરેલાં કલ્યાણકારી તત્ત્વો પર ચાલવાની પૂરેપૂરી તમન્ના હોય, ત્યારે જ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે.
કેટલાક લોકો એમ માને છે કે ફક્ત ભગવાનના નામની માળા ફેરવી લેવાથી કે માત્ર ભગવાનનું નામ લેવાથી જ ભગવાનની પ્રાપ્તિ રત્નત્રયીનાં અજવાળાં
૧૨