________________
માટે) પ્રાર્થના કરતા નથી, પરંતુ પોતાનાં દુષ્કર્મોને જ દોષ આપે છે. પોતે કરેલાં દુષ્કર્મોના ફળનો વિચાર કરીને પશ્ચાત્તાપ કરે છે. તેના પ્રાયશ્ચિત્ત કે દંડસ્વરૂપે જપ-તપ કરે છે અને ભવિષ્યમાં આવાં દુષ્કર્મ ન કરવાનો વિચાર કે સંકલ્પ કરે છે. આમ કર્યા પછી પણ કે આમ કરવામાં પોતાનું બળ ઓછું પડે તો ભગવાનને એ પ્રાર્થના કરે છે કે,
“રે પ્રભુ ! અમને આત્મબળ આપ, કે જેથી ક્રોધાદિ વિકારોથી અમે પરાજિત ન થઈએ અને આપત્તિને સમભાવપૂર્વક સહન કરી શકીએ.”
આ પ્રાર્થના ભાવુક્તા, ભક્તિ અને વિવેકપૂર્વકની છે. આમાં સિદ્ધાંત પર કોઈ આંચ આવતી નથી. જો પોતાના દ્વારા કરાયેલા કર્મ(બંધન)નું શુભ કે અશુભ ફળ બીજા આપી શકે છે, તો તો સ્વયં શુભ કાર્ય કરવું કે પાપકર્મોથી દૂર રહેવું નકામું છે, કારણ કે જો આમ થાય તો તો કોઈ પણ વ્યક્તિ પાપકર્મ કરીને પણ દુષ્કર્મફળના સમયે ભગવાનને વિનંતી કરીને કે ભગવાનની સમક્ષ માફી માગીને તે દુષ્કર્મથી છુટકારો મેળવી લેશે. ધર્માચરણ કરીને કે પાપકર્મોનું પ્રાયશ્ચિત્ત કરીને તેમને છોડાવવાનો તો વિચાર જ નહીં કરે. આમ કરવું એ તો ઈશ્વરવાદનો દુરુપયોગ હશે. સામાયિક પાઠમાં કહ્યું પણ છે –
'स्वयं कृतं कर्म यदाऽत्मना पुरा, फलं तदीयं लभते शुभाशुभम् ।। परेण दत्तं यदि लभ्यते स्फुटं
स्वयं कृतं कर्म निरर्थकं तदा ॥' આત્માએ પહેલાં જે કંઈ પણ કર્મો કર્યા છે, તેનું જ તે શુભ કે અશુભ ફળ મેળવે છે. જો બીજા દ્વારા ફળ પ્રાપ્ત થાય, તો એ સ્પષ્ટ છે કે પોતાનાં કરેલાં કર્મ નિરર્થક છે.' ઈશ્વરપ્રાપ્તિ કઈ રીતે થાય ?
અનેક લોકોના મનમાં એ પ્રશ્ન સતત ઘુમરાયા કરતો હોય છે કે ઈશ્વર મળે કઈ રીતે? તેની પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ ? કઈ સાધના અમને ઈશ્વરપ્રાપ્તિ કરાવશે ?
ઘણા લોકો ઈશ્વરપ્રાપ્તિ માટે નદીઓમાં સ્નાન કરે છે, તીર્થોની યાત્રા કરે છે, કેટલાંય જુદાંજુદાં ક્રિયાકાંડ કરે છે, પરંતુ વર્ષો સુધી આવી - ઈશ્વરનું સ્વરૂપ
૧૧