________________
'कर्म प्रधान विश्व करि राखा ।
जो जस करई (सो) तस फल चाखा ॥' જે લોકો ઈશ્વરને સુખ-દુઃખના દાતા માને છે અને સારું-ખોટું, સંપત્તિ-વિપત્તિ બધું જ ઈશ્વરની ઇચ્છાથી સાંપડે છે એમ માને છે તેવા લોકોના મનનું સમાધાન ઈશ્વરને કર્તા નહીં માનવાથી કેવી રીતે થશે ? નિરંજન, નિરાકાર ઈશ્વર તો આ બધાથી સાવ નિર્લેપ છે. તે કોઈની પાસેથી કંઈ લેતો નથી કે કોઈને કંઈ આપતો નથી, તો પછી ઈશ્વરને કર્તા-ધર્તા માનવા ઔચિત્યપૂર્ણ છે?
વાત એવી છે કે ભક્તિની ભાષામાં ઈશ્વર(નિરંજન, નિરાકાર, સિદ્ધ)ને જ નહીં, પણ આપણે આપણા ઉપકારી વડીલોને, “આ બધું તમારું જ આપેલું છે. તમારા પ્રતાપથી જ આ સઘળું બન્યું છે. આ સઘળી ધનસંપત્તિ તમારા કારણે પ્રાપ્ત થયેલી છે.” એવું વારંવાર કહીએ છીએ. વાસ્તવમાં વડીલોએ આ બધું નથી આપ્યું, પરંતુ કૃતજ્ઞતા અને વિનય દર્શાવવા માટે અથવા પોતાનો અહમ્ ઓછો કરવા માટે આવું કહેવામાં આવે છે.
આ રીતે નિરંજન, નિરાકાર પરમાત્મા પ્રતિ ભક્તિ વ્યક્ત કરવાની દૃષ્ટિથી અને પોતાનું અહંકત્વ (હું કરું છું, મેં કર્યું, એવો અહંકાર) મિટાવી દેવા માટે ભક્તિની ભાષામાં આવું કહેવામાં આવે છે. જૈનધર્મમાં શ્રદ્ધાની વાત પરમાત્માની સ્તુતિ કે પ્રાર્થના કરતી વખતે ભક્તિની ભાષામાં આવું કહે છે. વસ્તુતઃ સિદ્ધાંત આ છે –
"सुखस्य दुःखस्य न कोऽपि दाता, परो ददातीति कुबुद्धिरेषा । अहं करोमीति वृथाभिमानः
स्वकर्म सूत्र-प्रथितो हि लोकः ॥" સુખ અને દુઃખને આપનાર કોઈ નથી. કોઈ બીજા એ આપે છે એ સમજણ યથાર્થ નથી. હું જ કરું છું એવું અભિમાન ખોટું છે. સંસાર પોતપોતાનાં કર્મો (કર્મબંધનો)થી બંધાયેલો છે. આ દષ્ટિએ ઔપચારિકરૂપે ઈશ્વરને કર્તા (નિમિત્તકર્તા) માનવામાં કોઈ પણ ધર્મ કે દર્શનને કોઈ પણ મુશ્કેલી નડતી નથી. અને મુક્ત ઈશ્વર (તીર્થંકર, અરિહન્ત કે - ઈશ્વરનું સ્વરૂપ