________________
તીર્થંકરની હાજરીમાં તેમની સમક્ષ દીક્ષિત થયા વિના સાધના કરી હોય.
સ્વયંબુદ્ધસિદ્ધ – જેમને સ્વયં શાન થઈ ગયું હોય અને સાધના કરી હોય તેવા સાધકો.
પ્રત્યેકબુદ્ધસિદ્ધ – કોઈ પણ સજીવ કે નિર્જીવ પદાર્થોને જોવાથી સંસાર પ્રત્યે વૈરાગ્ય ઊપજ્યો હોય અને જેઓ પોતાના આંતરિક બળથી જ સાધનાના માર્ગ પર ચાલી નીકળ્યા હોય, તેઓ પ્રત્યેકબુદ્ધસિદ્ધ કહેવાય
છે.
બુદ્ધબોધિતસિદ્ધ – જે કોઈ પણ જ્ઞાની પુરુષનો પ્રતિબોધ મેળવીને સાધનામાર્ગ પર ચાલતા હોય અને એ રીતે સાધનામાં પારંગત થયા હોય.
સ્વલિંગસિદ્ધ – પોતાના ધર્મ-સંપ્રદાયના જાણીતા વેશ(જૈન વેશ)ને ધારણ કરીને, સાધુ બનીને સાધનામાં પ્રવીણ થયા હોય.
અન્યલિંગસિદ્ધ – જૈન સંપ્રદાય સિવાયના અન્ય કોઈ પણ સંપ્રદાયનો સાધુવેશ ધારણ કર્યો હોય અને તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર્યની સાધના દ્વારા વિતરાગતા આદિ પ્રાપ્ત કરીને સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું હોય.
સ્ત્રીલિંગસિદ્ધ – સ્ત્રીશરીરમાં જ્ઞાન-દર્શન, ચારિત્રની સાધના કરીને સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું હોય. જેમકે મરુદેવી, ચંદનબાળા, રાજિમતી અને ભગવતી મલ્લિનાથ તીર્થંકર વગેરેએ નારીશરીરમાં જ ઉત્કૃષ્ટ સાધના દ્વારા પોતાનો સમસ્ત કર્મક્ષય કરીને સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું હતું. મૂળભૂત રીતે તો આત્મા સ્ત્રી કે પુરુષ નથી. શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું હોય, તે મહત્ત્વનું નથી, મહત્ત્વ છે એની સાધનાનું.
પુરૂષલિંગસિદ્ધ - પુરુષશરીરમાં રત્નત્રયની સાધના કરીને સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું છે.
નપુંસકલિંગસિદ્ધ – નપુંસકરૂપમાં પણ પોતાની તીવ્ર સાધના દ્વારા કર્મબંધનોને તોડીને સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું હોય.
એકસિદ્ધ – એકસાથે એક જ સિદ્ધ થયા હોય.
અનેકસિદ્ધ – જેઓ એકસાથે એક નહીં, પરંતુ અનેક વ્યક્તિ સિદ્ધ થયા હોય. પછી ભલે તેઓ ભિન્નભિન્ન સ્થળેથી, જુદાજુદા વેશ, દેશ, પંથ, લિંગ અને શરીર દ્વારા સાધના કરીને સિદ્ધત્વને પામ્યા હોય. હું ઈશ્વરનું સ્વરૂપ