________________
સિદ્ધ ઈશ્વર કોણ થઈ શકે?
જૈનધર્મ એટલો ઉદાર અને વ્યાપક ધર્મ છે કે તે દેશ, વેશ, લિંગ, ધર્મ, સંપ્રદાય, જાતિ, જ્ઞાતિ વગેરે વર્તુળોને ઓળંગીને પ્રત્યેક તત્ત્વનું વિશ્લેષણ કરે છે, આથી જ તેનો નિર્ણય એકપક્ષીય કે એકદેશીય હોતો નથી. એ સર્વગ્રાહી દૃષ્ટિકોણથી વિચાર કર્યા બાદ જ વસ્તુનો નિર્ણય આપે છે. જ્યારે એની સમક્ષ એવો પ્રશ્ન ઊભો થયો કે શું જૈનધર્મમાં સાધુવેશમાં દીક્ષિત થયેલી વ્યક્તિ જ પોતાની સાધના દ્વારા સિદ્ધ ઈશ્વર થઈ શકે કે અન્ય કોઈ ધર્મ, સંપ્રદાય, વેશ આદિમાં દીક્ષિત થયેલી વ્યક્તિ પણ થઈ શકે ?
જૈનધર્મે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું – ઈશ્વર કોઈના એકાધિકાર(Monopoly)ની બાબત નથી. અહીં તો સાધનાની વાત છે. કોઈપણ વ્યક્તિની સાધના કોઈપણ માધ્યમ દ્વારા થઈ હોય, પરંતુ તેને પરિણામે જો એને વીતરાગતા, નિર્વિકારતા, નિર્મોહતા, નિષ્કષાયતા અને કર્મબંધનમુક્તતા પ્રાપ્ત થઈ હોય તો તે સિદ્ધ ઈશ્વર બની શકે છે. પછી ભલે તે આ (જૈન) સંઘમાં દીક્ષિત હોય કે જૈનેતર સંઘમાં, તીર્થંકરની પાસે દીક્ષિત થયેલો હોય કે અન્ય કોઈની પાસે. આ (જૈન) વેશમાં દીક્ષિત થયેલો હોય કે અન્ય વેશમાં, સ્ત્રી હોય, પુરુષ હોય કે નપુંસક હોય; ગૃહસ્થ હોય કે ગૃહત્યાગી હોય. નીચે મુજબના પંદર પ્રકારોમાંથી કોઈ પણ પ્રકારે તે સાધના કરી શક્યો હોય, તો તે સિદ્ધ ઈશ્વર થઈ શકે છે. આ છે એ પંદર પ્રકારો –
તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, તીર્થંકરસિદ્ધ, અતીર્થંકરસિદ્ધ, સ્વયંબુદ્ધસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, બુદ્ધબોધિતસિદ્ધ, સ્વલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, ગૃહીલિંગસિદ્ધ, સ્ત્રીલિંગસિદ્ધ, પુરૂષલિંગસિદ્ધ, નપુંસકલિંગસિદ્ધ, એકસિદ્ધ અને અનેકસિદ્ધ.”
તીર્થસિદ્ધ – આ તીર્થ(સંઘ)માં રહીને રત્નત્રયની સાધના કરી હોય.
અતીર્થસિદ્ધ - આ સંઘને બદલે અન્ય સંઘમાં રહીને કે સંઘમાં સમ્મિલિત થયા વિના સાધના કરી હોય.
તીર્થંકરસિદ્ધ – તીર્થંકરની પાસે દીક્ષિત થઈને અથવા તો તીર્થંકરની હાજરીમાં તેમની સમક્ષ જ સિદ્ધ થયા હોય, તે તીર્થંકરસિદ્ધ કહેવાય છે. અતીર્થંકરસિદ્ધ – તીર્થંકરની પાસે દીક્ષિત થયા ન હોય અથવા તો
આ રત્નત્રયીનાં અજવાળાં