________________
કર્યો. ઉપદેશની કશી અસર થતી ન હોવાથી ધર્માત્માએ કાગળની એક નાનકડી ચબરખી પર “ઈશ્વર' શબ્દ લખીને પૂછ્યું, “શું તું આને જોઈ શકે છે? આના વિષે જાણી શકે છે ?”
એણે ઉત્તર આપ્યો, “હા.”
પરંતુ બરાબર એ જ શબ્દની સામે ધર્માત્માએ એક સુવર્ણમુદ્રા રાખીને પૂછ્યું, “શું હજી પણ આ શબ્દને જોઈ શકે છે કે એના વિષે જાણી શકે છે ?” તે લોભાન્ય પાપાત્માએ ચોખ્ખું કહ્યું, “નહીં.”
આનો અર્થ એ છે કે મનુષ્યની દૃષ્ટિની સામે લોભરૂપી સુવર્ણમુદ્રા અથવા અભિમાનરૂપી સત્તા કે અધિકાર હોય તો એને ઈશ્વર વિષે જાણવાની, સાંભળવાની કે માનવાની વાત સૂઝતી નથી. તેની દૃષ્ટિ પર એ વિચારોનો કાળો ગાઢ પડદો પડી જાય છે અને તેને પરિણામે આ બાબતો ઈશ્વરના સ્વરૂપને સમજવા દેતી નથી. ઈશ્વર એક કે અનેક ?
પહેલો મહત્ત્વપૂર્ણ સવાલ એ થાય છે કે ઈશ્વર એક છે કે અનેક ? જૈનદર્શન આ વિષયમાં નિશ્ચય અને વ્યવહાર બંને દૃષ્ટિએ વસ્તુતત્ત્વનું વિશ્લેષણ કરે છે. નિશ્ચયની દૃષ્ટિએ સંસારના બધા આત્માઓમાં ઈશ્વર છે. આથી જ કહેવાયું છે કે “અપ્પા સો પરમપ્પા” એટલે કે “આત્મા જ પરમાત્મા છે.”
"सिद्धां जैसो जीव है, जीव सो ही सिद्ध होय ।
कर्ममैल का आंतरा, बूझे बिरला कोय ॥" સામાન્ય આત્મા અને સિદ્ધના આત્મા વચ્ચે સત્ય (પારમાર્થિક) દષ્ટિએ કશું અંતર નથી, પરંતુ પાધિક (કર્મબંધન) દષ્ટિએ અંતર છે. વેદાંતદર્શન આ વાતની પુષ્ટિ કરતાં કહે છે –
'एकमेवाद्वितीयं ब्रह्म' 'सर्वं खल्विदं ब्रह्म'
નદ નાનાતિ વિવન ' બ્રહ્મ અને ઈશ્વર એક જ છે, ભિન્ન નથી. આખો સંસાર બ્રહ્મરૂપ છે. આ સંસારમાં અનેક કશું નથી.” આમ છતાં વેદાંતદર્શન એકાન્ત નિશ્ચયર્દષ્ટિની વાત કરે છે અને તેણે વ્યવહારપક્ષને છોડી દીધો છે. જ્યારે જૈનદર્શને વ્યવહારિક દૃષ્ટિથી પણ કથન કર્યું છે કે નિશ્ચયર્દષ્ટિથી
રત્નત્રયીનાં અજવાળાં છે.