________________
પત્રક-૫૭૫
૧૧ માણસના પુરુષાર્થે સમ્યગ્દર્શન લીધું છે. ગજબ કામ કર્યું છે ! એક ભવમાં અનંત ભવના ફેરા ટાળી નાખ્યા એના જેવી વાત બીજી ક્યાં હોય! એનું મૂલ્ય બીજે કેવી રીતે થાય?
નિજસ્વરૂપનો દઢ નિશ્ચય વર્તે છે તેવા પુરુષને પ્રત્યક્ષ જગવ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે...” નિજસ્વરૂપનો દઢ નિશ્ચય વર્તે છે તેવા પુરુષને, એવો જીવ હોય. આ મારું ત્રિકાળ નિરાવરણ નિરપેક્ષ સ્વરૂપ છે. અનંત શક્તિના સામર્થ્યવાળો હું પદાર્થ છું. મારી શક્તિનું કોઈ માપ નથી. એવી બેહદ શક્તિને ધારણ કરનારો, એને પણ આ જગતનો વ્યવહાર ત્યાંથી ચૂકાવી દે. એને રસ્તો ચૂકાવી દે એવો આ જગતનો વ્યવહાર છે એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે. પ્રત્યક્ષ જગતવ્યવહાર એવો છે કે એને ચૂકવી દે. એવા એવા ઉલટા-સુલટા, ચિત્ર-વિચિત્ર પ્રસંગો પ્રાપ્ત થાય છે.
“તો પછી તેથી ન્યૂનદશામાં....” એટલે સામાન્ય મુમુક્ષુદશામાં, સાધારણ જીવોને ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે?” સાધારણ જીવો ગોથા ખાઈ જાય, ચૂકી જાય, ઊંધે રસ્તે ચડી જાય, જે રસ્તે ચાલવું હોય એ રસ્તે જવાને બદલે બીજે વયા જાય. એ “ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે ?? કે એનું તો કોઈ આશ્ચર્ય અમને લાગતું નથી. એમણે પોતાને પણ જોયા છે અને ઘણા મુમુક્ષુને એ રીતે જોયા છે. જેમ બાળક પા-પા પગલી માંડતા શીખ્યો હોય તો ડગલું ભરે ને પડે, વળી ડગલું ભરે ને પડે, વળી ડગલું ભરે ને પડે. એવી કમજોર, એકદમ નબળા બાળક જેવી મુમુક્ષુની ભૂમિકા છે. એ માર્ગ છૂટી જાય એમાં શું નવીન છે? એમાં આશ્ચર્ય શું છે?
પોતાના વિચારના બળે કરી, સત્સંગ-સાસ્ત્રનો આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગવ્યવહાર વિશેષ બળ કરે છે. ત્યાં ઉદયના પ્રસંગો પાછા જોરથી આવે છે. સત્સંગ અને સન્શાસ્ત્રનો ઉદય હોય ત્યારે એ જોર કદાચ ઓછું થાય). કારણ કે ઉદય તો એટલો ભાગ વહેંચાઈ ગયો ને? સત્સંગ અને સન્શાસ્ત્ર વાંચવું એ પણ એક ઉદય છે. સત્સંગ મળવો પણ એક ઉદય છે. તો બીજા ઉદયનું જોર એ વખતે કદાચ ઓછું થાય. કદાચ, હોં ! થાય જ એવો કોઈ નિયમ નથી. પણ ન હોય ત્યારે તો પાછો એકલો ઉદય રહી ગયો. એટલે સત્સંગ અને સાસ્ત્રનો આધાર જીવે ન લીધો હોય તેવા પ્રસંગમાં તો જગતના વ્યવહાર પ્રત્યેનું ઉદયબળ પરિણામમાં છે એ વધારે બળ કરે છે. ઉદયબળ તીવ્ર થાય છે. અને જ્યારે જ્યારે ઉદયબળ તીવ્ર થાય છે ત્યારે વારંવાર શ્રી સદગુરુનું મહાભ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત