________________
૧૪
ૌર્ય સામ્રાજ્યની
[ ષષ્ટમ
દેખાવાથી પિતાની ધારણા બર ન લાવી શક્યા અને જેમ ચાલતું હતું તેમને તેમ ગાડું ગબડાવ્યે રાખ્યું.
હવે દક્ષિણપતિઓ એક પછી એક માત્ર નામધારી જ આવતા ગયા, પણ પુષ્યમિત્ર પિતે વૃદ્ધપણાએ પહોંચી ગયો હતો એટલે વિશેષ કાર્ય સાધક પગલાં ભરી શકે તેમ નહતું; પણ તેને પુત્ર જે હવે તેને સ્થાને અનંતિપતિ મૌર્યોને સૈન્મપતિ બન્યો હતો તેણે પિતાને લોખંડી બાહુ, રાજકાર્યમાં તેમજ પ્રજા ઉપર પોતાને વૈદિક ધર્મ કસાવવાના કાર્યમાં વાપરવાનું કમી રાખ્યું નહીં, આમ કરતાં કરતાં મ. સં. ૩ર૩=ઈ. સ. પૂ. ર૦૪ ની સાલ આવી પહોંચી. તે કાળ દરમ્યાન ઉત્તર હિંદમાં એકદમ ઉત્તરે, પ્રિયદર્શિનનો પુત્ર રાજા જાલૌક જે કાશ્મીરપતિ બન્યો હતો તથા જે ઠેઠ કાન્યકુબજ સુધી પોતાનું રાજ્ય લંબાવી શકયો હતો, તેનું મૃત્યુ પણ તે અરસામાં જ એટલે કે આશરે ભ. સં. ૩૨૦=ઈ. સ. પુ. ૨૦૭ માં થયું હતું, એટલે તેની પછી તેની ગાદીએ તેને પુત્ર દામોદર આવ્યો હતો. તે જેમ નબળો પણ નહોતે તેમ તેના પિતા જેવો અતુલ પરાક્રમી પણ નહતો, એટલે હિંદુકુશની પેલી પારના દેશના રાજ વીઓ-બેકટ્રીઅન પ્રજાના સરદારો કે જેમણે અદ્યાપિ પર્યત હિંદ ઉપર અવારનવાર ચઢી આથી માત્ર ધનસંચય કરીને પાછા સ્વવતન તરફ ચાલી જવાનું ધોરણું રાખ્યું હતું, તેમણે વિશેષ પ્રમાણમાં, પશ્ચિમ હિંદને દરવાજો ગણાતા પેશાવર પાસેના પહાડી ઘાટના રસ્તે. હિંદ ઉપર આવવાનું શરૂ કરી દીધું; કેમકે અગ્નિ- મિત્રની અને પુષ્યમિત્રની ધર્મપ્રચારનીતિની જોહુકમીથી તથા દમનનીતિથી પ્રજામાં તીવ્ર
અસંતપ પ્રસરી રહ્યો હતો. તેમણે શરૂઆતમાં તો માત્ર પંજાબનો મુલક જ સર કરી લીધો હતો પણ ધીમે ધીમે જાલૌકના પુત્ર દામોદરની સત્તા જે કાશ્મીરથી માંડીને કાન્યકુંજ સુધી પ્રવર્તી રહી હતી તેના સર્વે પ્રદેશ પિતાને સ્વાધીન કરી લીધા; અને એટલે સુધી પ્રબળ રાજ્યસત્તા જમાવી દીધી કે આખરમાં અંતિ ઉપર દબાણ લાવવા જેવી સ્થિતિ ઊભી કરી દીધી. આ સ્થિતિ, લશ્કરી ભગવાળા અવંતિસેન્યપતિ અગ્નિમિત્રથી દેખતી આંખે નીભાવી લેવા જેવી લાગી નહીં, એટલે પિતાના નમાલા રાજવી બૃહદ્રથને ૪૫ સમજાવ્યું કે આપણે આ ધસી આવતા યવન હુમલાઓનો સામનો ઝીલવાને લશ્કર સારી રીતે તૈયાર કરી રાખવું જે.એ; અને તેને માટે લશ્કરી કવાયત વિગેરેની શિસ્ત આપી કેળવવી પણ જોઈએ; પણ તે સમયે એટલે કે કવાયત થતી હોય ત્યારે આપ નામદારની હાજરી જે હોય નિકમાં ઓર ઉત્સાહ અને જેમ પ્રગટ થાય. આવી રીતે
લશ્કરી કવાયત ગોઠવી દીધી અને નિત્ય | નિયમાનુસાર તે કાર્ય ચાલવા માંડયું. એકદા પ્રસંગ સાધીને તેણે કવાયત ચાલી રહી હતી તે સમયે રાજા બૃહદ્રથનું શીર તલવારના ઝટકેથી ઉડાવી દીધું. અને જે ભૂત્ય (રાજ્યના નકર ) તરીકેનું કલંક પિતાના અથવા પિતાના પિતાના લલાટે ચેટી રહ્યું હતું તે ટાળી નાંખી, પોતે જ સ્વતંત્ર રીતે અવંતિપતિ બની, રાજ્યધુરા ગ્રહણ કરી લીધી; અને પોતાના શુંગવંશની સ્થાપના કરી. મ. સં. ૩૨૩–ઈ. સ. ૫ ૨૦૪. આ પ્રમાણે મૌર્યવંશની સમાપ્તિ થઈ
મૌર્યવંશના રાજાઓની નામાવલીમાં,
(૪૫) સરખા પુ. ૨. માં પૃ. ૧૩૬-૩૭ ઉપર માર્યવંશના વને પ્રારંભમાં, તેની નામાવળી
તથા વંશાવળાની બેઠવણવાળી હકીકતનું વર્ણન.
(૪૬) પુ. બીજમાં પૃ. ૧૩૫ ઉપર મર્યવંશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com